રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. યુક્રેન – રશિયા યુદ્વ અંત તરફ આગળ વધી રહ્યાના અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગમાં ૦.૨૫%નો જ વધારો કરતાં ભારતીય શેરબજાર પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી લીધું હોવાથી વૈશ્વિક બજારો ફરી તેજી નોંધાતા ભારતીય શેરબજારમાં પણ ફંડો, મહારથીઓએ મોટાપાયે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં તેજી જોવા મળી હતી.
રશિયા – યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં યુરોપના બજારોમાં રિકવરી સાથે અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારોમાં એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ ઘણા દિવસો બાદ ભારતીય શેરબજારમાં નેટ ધોરણે ખરીદદાર રહેતા સપ્તાહના અંતે પણ તેજી તરફી ચાલ આગળ વધી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બેકાબૂ બનતી મોંઘવારીને કાબૂમાં કરવા માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ૦.૨૫%નો વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૮ બાદનો આ પ્રથમ વધારો છે. વિશ્વના સૌથી મોટા અર્થતત્રમાં હવે વ્યાજદર ૦.૨૫%થી વધારીને ૦.૫૦% કરવાની જાહેરાત ફેડે કરી છે. દેશના અર્થતંત્ર માટે સૌથી વધુ ચિંતાનો વિષય હાલ મોંઘવારી છે અને સ્થિતિ બેકાબૂ ન બને તે માટે વ્યાજદરમાં વધારો કરવાનું તર્ક ફેડે આપ્યો છે. મહામારી બાદ બેફામ વધી રહેલી મોંઘવારીને ડામવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની અસરથી ભારત બાકાત રહી શકશે નહીં. તેની ભારતીય શેરબજાર, રૂપિયાના મૂલ્ય સહિત ઘણા પરિબળો પર પ્રતિકુળ અસર જોવા મળશે.
યુએસ સેન્ટ્રલ બેંક ૪૦ કરતા વધુ વર્ષોમાં સૌથી ખરાબ ફુગાવા સામે રક્ષણાત્મક પગલાં તરીકે ૨૫-બેઝિસ પોઈન્ટ્સ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. યુએસમાં ઉંચા વ્યાજદરો સામાન્ય રીતે વિદેશી રોકાણકારોને સુરક્ષા પ્રદાન કરે છે. પોતાના દેશમાં જ વધારે સુરક્ષિત વળતર મળતા ટોચના વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના નાણાં પાછા ખેંચી અમેરિકાના બજાર તરફ જઇ શકે છે. ઉપરાંત શેરબજારમાંથી વિદેશી રોકાણનો આઉટફ્લો વધે અને ડોલર ઉંચકાતા રૂપિયાનો ઘસારો અને ક્રૂડની તેજીની ચાલ ભારતની મોંઘવારીને કાબૂ બહાર ધકેલી શકે તેવી આશંકાએ રિઝર્વ બેન્કને પણ વ્યાજદરોમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. જો કે ફુગાવાને ધ્યાનમાં રખીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એપ્રિલ માસમાં મળનાર મોનિટરી પોલિસી કમિટિની બેઠકમાં વ્યાજ દર વધારવા હાલમાં ઉતાવળ નહીં કરે તેવો મત પણ પ્રવર્તી રહ્યો છે.
રશિયા – યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરમાં ક્રૂડ પણ ઉચાળા ભરી રહ્યું છે. ચોતરફ મોંઘવારીનો હાહાકાર થઈ રહ્યો છે તેવામાં ભારત પણ આ સ્થિતિથી અછુતું નથી. ભારતની અર્થવ્યવસ્થાને પણ મોટાપાયે નુકશાન થઈ શકવાની આગાહીઓ થઈ રહી છે તે દરમિયાન એસબીઆઇ એ દેશના વિકાસદરનો અંદાજ ઘટાડવાની સાથે રૂપિયા વધુ તૂટવાની આશંકા વ્યક્ત કરી છે. ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યુક્રેન સંકટના પગલે ભારતના જીડીપીનો અંદાજ ઘટાડીને ૭.૮% કર્યો છે જે અગાઉ ૮%નો હતો. બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ વકરશે તો ડોલર સામે રૂપિયાનું વધુ અવમૂલ્યન વધશે અને જૂન ૨૦૨૨ સુધીમાં ભારતીય ચલણ ૭૭.૫ના સ્તર સુધી ગગડી શકે છે.
બજારની ભાવી દિશા…. મિત્રો, યુક્રેન પર રશિયાના આક્રમણના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ઘટીને ગત વર્ષના મધ્ય પછીના સૌથી નીચા સ્તરે જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમત ૧૩૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે અને એવી આશંકા છે કે જો યુદ્ધની સ્થિતિ આવી જ રહી તો થોડા અઠવાડિયામાં તે ૧૫૦થી ૨૦૦ ડોલર પ્રતિ બેરલના સ્તરને સ્પર્શી શકે છે. કોમોડિટીના ભાવમાં વધારો આપણા અર્થતંત્ર પર દબાણ લાવી શકે છે કારણ કે આપણે આપણી જરૂરિયાતના ૮૫% ક્રૂડની આયાત કરીએ છીએ. આ વર્ષના કેન્દ્રીય બજેટના અંદાજ પર આધારિત છે કે ક્રૂડના ભાવ અંદાજિત ૭૫ ડોલર પ્રતિ બેરલ હશે તેથી તે આંકડાઓ પણ હવે વિશ્વસનીય નથી. વાસ્તવિક વૃદ્ધિ પણ અપેક્ષા કરતા નબળી રહેશે અને સરકારે ઇંધણની વધેલી કિંમત સહન કરવી પડશે, જે તેના ખર્ચમાં વધારો કરશે.
આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ૧૩૦ ડોલર રહે તો ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૩.૫% સુધી પહોંચી શકે છે. આગામી નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવો ૫.૭% સુધી વધી શકે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની રોકાણકારોની માનસિકતા પર નકારાત્મક અસર થઇ છે, કારણ કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક પુરવઠામાં રશિયા ૧૪% અને કુદરતી ગેસના પુરવઠામાં ૧૭% યોગદાન આપે છે અને આ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પર વિપરીત અસરો થવાની ભીંતિ ગંભીર બની ગઇ છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળામાં રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઓક્ટોબરથી અત્યાર સુધીમાં રૂ.૨ લાખ કરોડથી વધુ મૂલ્યની ભારતીય ઇક્વિટી વેચી ચૂક્યા છે. સામે પક્ષે હવે જો ભારતમાંથી વિદેશી રોકાણનો આઉટફ્લો વધે અને ડોલર ઉંચકાતા રૂપિયાનો ઘસારો અને ક્રૂડની તેજીની ચાલ ભારતની મોંઘવારીને કાબૂ બહાર લઈ શકે તેવી આશંકાએ RBIએ પણ વ્યાજદરોમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. આ સિવાય આરબીઆઈ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને સ્વીકારીને રૂપિયાનો ઘસારો સ્વીકાર્ય બનાવી શકે છે પરંતુ તે ફરીથી ભારત માટે આયાતી ફુગાવાના દોર તરફ દોરી જશે. એફઆઈઆઈના આઉટફ્લો વચ્ચે જો આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડશે તો ભારતનો આર્થિક વિકાસ રૂંધાઈ શકે છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૩૨૫ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૭૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૦૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૩૭૩ પોઇન્ટથી ૧૭૪૦૪ પોઇન્ટ, ૧૭૪૩૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૩૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૪૦૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૫૩૭૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૬૭૬ પોઇન્ટથી ૩૬૮૦૮ પોઇન્ટ, ૩૭૦૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૦૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) અંબુજા સિમેન્ટ ( ૩૧૦ ) :- સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૨૩ થી રૂ.૩૩૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) વોકહાર્ટ લિમિટેડ ( ૨૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૮ થી રૂ.૩૨૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) જેકે પેપર ( ૩૦૬ ) :- રૂ.૨૮૩ નો પ્રથમ તેમજ રૂ.૨૭૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) ભારત ઈલેક્ટ્રોનિક્સ ( ૨૦૮ ) :- ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) એજીસ લોજીસ્ટિક્સ ( ૧૯૫ ) :- રૂ.૧૮૩ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭ ના સ્ટોગ સપોર્ટથી માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૮ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) રેઈન ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૬ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૯ થી રૂ.૨૦૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) ચેન્નાઈ પેટ્રોલિયમ ( ૧૨૭ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૧૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૩૭ થી રૂ.૧૪૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) પ્રીકોલ લિમિટેડ ( ૧૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ્સ અને ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩ આસપાસ રોકાણકારે રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) એસબીઆઈ લાઈફ ( ૧૧૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૩૩ ) :- આ સ્ટોક રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) અદાણી પોર્ટ (૭૪૨ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) ટેક મહિન્દ્ર ( ૧૫૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) સન ફાર્મા ( ૯૧૪ ) :- રૂ.૯૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૯૮ થી રૂ.૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ભારતી એરટેલ ( ૭૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) જિંદાલ શૉ ( ૯૪ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૯ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) વેલસ્પન એન્ટરપ્રાઈઝ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્સ્ટ્રકશન & એન્જિનિયરિંગ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) નેટવર્ક18 લિમિટેડ ( ૭૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એડવરટાઈઝીંગ એન્ડ મીડિયા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૫ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) થોમસ કૂક ( ૬૮ ) :- રૂ.૬૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૭૧૭૦ થી ૧૭૪૦૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )