Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આર્થિક સર્વેક્ષણમાં ભારતનું અર્થતંત્ર મહામારીની આર્થિક મંદીની અસરોથી બહાર આવી ગયાનાં અહેવાલ સાથે આ બજેટથી ઈકોનોમીને બુસ્ટર ડોઝ મળ્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ૨૦૨૨-૨૩ માટેના કેન્દ્રિય બજેટમાં બજારને જેનો ડર હતો એવી કોઈ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ સહિતમાં નેગેટીવ ફેરફારો અપેક્ષા મુજબ નહીં લાવીને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સરચાર્જમાં લાભ કરાવતી ૧૫% સીલિંગની જોગવાઈ કરીને એક રીતે ”સર્વાંગીલક્ષી” બજેટ રજૂ કરીને વિવિધ ઉદ્યોગો સ્ટીલ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, હાઉસીંગ ફાઈનાન્સ સહિત માટે પ્રોત્સાહનો જાહેર કરતાં ફંડો, મહારથીઓએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી, જોકે વિશ્વભરમાં ફુગાવા – મોંઘવારીની વિકરાળ બનતી જતી સમસ્યા અને એના પરિણામે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાની અટકળો અને યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં સતત તેજી બાદ નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

બજેટમાં મૂડી ખર્ચ પર ફોક્સ કરીને મૂડી ખર્ચમાં ૩૫.૪% વધારો કરાતા અને નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૮%થી વધુ જીડીપી વૃદ્વિનો વિશ્વાસ મૂક્યા સાથે ૨૫,૦૦૦ કિલોમીટરના નવા રોડ કન્સ્ટ્રકશન સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ચાલુ વર્ષ માટે જોગવાઈ વધારવા સાથે હાઉસીંગ ફાઈનાન્સ ક્ષેત્રે પીએમ આવાસ યોજના માટે રૂ.૪૮,૦૦૦ કરોડ જેટલી મોટી જોગવાઈ અને પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટ માટેનો લક્ષ્યાંક રૂ.૬૫,૦૦૦ કરોડ કરવા, હેલ્થકેર ક્ષેત્રે નેશનલ ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ સહિતની જોગવાઈ અને પ્રોત્સાહનો સહિતની વિકાસલક્ષી જોગવાઈઓ જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

નિર્મલા સિતારમણે નાણામંત્રી તરીકે સતત ચોથુ બજેટ સંસદમાં રજૂ કર્યુ તેના વિવિધ પ્રતિભાવો મળી રહયા છે. જાણીતી રેટિંગ એજ્ન્સી મૂડીઝે સીતારમણના બજેટને આવક વધારવા માટે કોઇ નકકર ઉપાયોના અભાવવાળું ગણાવ્યું છે. મૂડીઝના જણાવ્યા અનુસાર રાજકોષિય ખાધનું અનુમાનથી સમજી શકાય છે કે સરકાર આવક વધારવા માટે મજબૂત વૃધ્ધિ પર વધારે ભરોસો મુકી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આર્થિક વર્ષ ૨૦૨૨-૨૩માં રાજકોષિય ખાધ ગત ૨૦૨૧-૨૨માં ૬.૯% હતી તેને ઓછી કરીને ૬.૪ સુધી મર્યાદિત કરવાનું સરકાર લક્ષ્ય ધરાવે છે. જો કે વધતા જતા કાર્બન ઉત્સર્જનના પગલે જળવાયુ પરીવર્તનની સમસ્યાનો મોટો પડકાર છે ત્યારે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ભારતની પ્રતિબદ્ધતાના બજેટ સંદર્ભમાં વખાણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

કેન્દ્રીય બજેટ માર્કેટને ગતિ આપવા માટેનું મહત્વપૂર્ણ ટ્રિગર છે. સામાન્ય રીતે વર્ષ ૨૦૧૬ સુધી વાર્ષિક કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે સંસદમાં રજૂ થતુ હતુ જો કે છેલ્લા ચારેક વર્ષથી ૧લી ફેબ્રુઆરીએ રજૂ કરાય છે. આમ બજેટ પૂર્વેનો અને બજેટ ઘોષણાનો દિવસ બજારની વધ-ઘટ માટે ઘણા મહત્વપૂર્ણ રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષના આંકડાઓ પર નજર કરીયે તો બજેટ પૂર્વેના સેશનમાં શેરબજારમાં ઓછી વોલાટિલિટી જોવા મળી રહી છે અને સૂચકાંકો માઇનસ ૬%થી લઇ ૩% સુધીની તેજી વચ્ચે રેન્જ બાઉન્ડ રહ્યા છે.

ભૂતકાળના આંકડાઓ અનુસાર પાછલા ૧૦ વર્ષમાં કેન્દ્રીય બજેટની રજૂઆત પૂર્વેના મહિનામાં શેરબજાર પાંચ વખત ઘટયા છે અને પાંચ વખત વધ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં બજેટ પૂર્વેના એક માસમાં પાંચ વખત શેરબજારમાં પીછેહઠ થવા સાથે ૬ ટકા સુધી નેગેટિવ રિટર્ન મળ્યું છે. આ પાંચ વર્ષમાં ૨૦૧૧, ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૧નો સમાવેશ થાય છે. બાકીના પાંચ વર્ષ એટલે કે ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૮માં ૩% સુધી પોઝિટીવ રિટર્ન જોવા મળ્યું હતું. ચાલુ ૨૦૨૨ના વર્ષમાં પણ બજેટના એક માસ પહેલા શેરબજારમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે. આ સમય દરમિયાન સેન્સેક્સમાં ૦.૪૧% અને નિફ્ટીમાં ૦.૦૮%નું નેગેટિવ રિટર્ન મળેલ છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, આગામી દિવસોમાં બે સળગતી સમસ્યા છે. એક છે ૨૦૦ અબજ ડોલર અને બીજી છે ૨૦૦ મિલીયન. બંનેમાં આંક ૨૦૦ છે પરંતુ એક અબજ ડોલર છે તો બીજો મિલીયન છે. પ્રથમ નજરેજ બંને આંકડા ચિંતાજનક છે. અહીં ૨૦૦ અબજ ડોલર એ ખાદ્ય છે જ્યારે ૨૦૦ મિલીયન એ બેરોજગારોની સંખ્યા છે. ખાધ ઘટાડવા સરકારે લીધેલા પગલાંની કોઇ અસર પડી નહોતી કેમકે કોવિડના સમયગાળામાં સરકાર સામે વધુ ખર્ચ આવી પડયો હતો. દેશ સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારીની બની ગઇ છે. બેરોજગારીથી ઉભી થયેલી નિરાશા પાંચ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓ પર સત્તા વિરોધી વાતાવરણ ઉભું કરી શકે છે. ઉપરાંત વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ આર્થિક તંત્રની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં આર્થિક વિકાસ દર જે પહેલા દ્વીઅંકમાં રહેવાની અપેક્ષા હતી તે હવે સાધારણ નીચો રહી ૯% આસપાસ રહેવા ધારણાં મુકાઈ રહી છે. આર્થિક રિકવરીને પગલે વર્તમાન નાણાં વર્ષમાં સરકારને ટેકસ મારફત ખાસ કરીને ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) મારફતની વસૂલીમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે. જીએસટી લાગુ થયા બાદ તેની વસૂલીના વિક્રમી આંક પણ જોવા મળ્યા છે. ગયા નાણાં વર્ષના નીચા સ્તરને પરિણામે વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર ૯% રહેવા અપેક્ષા છે. કોરોનાના કાળમાં વિશ્વભરના દેશોના અર્થતંત્ર નબળા પડી ગયા હોવા છતાં મોટાભાગના દેશોના શેરબજારો ઐતિહાસિક ઊંચી સપાટીએ ગયા છે, જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી.

ભારતીય શેરબજારોમાં લાલઘુમ તેજી છતાં સરકાર વર્તમાન નાણાં વર્ષ માટેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને સિદ્ધ કરી શકી નથી. વિતેલ નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્મટેન્ટ હેઠળ જાહેર સાહસોનો હિસ્સો વેચીને કે ખાનગીકરણ દ્વારા રૂ. ૨.૧૦ લાખ કરોડ મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. તેની અગાઉના વર્ષમાં વિનિવેશ ટાર્ગેટ રૂ. ૧.૦૫ લાખ કરોડ મૂક્યો હતો જો કે પાછળથી તે ઘટાડીને રૂ. ૬૫,૦૦૦ કરોડ કરાયો હતો તેમ છતાં આ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો ન હતો કારણ કે તે વર્ષ સરકાર માત્ર રૂ. ૫૦૨૯૮ કરોડ ઉભા કરી શકી હતી.આગામી વર્ષમાં શેરબજાર તેની સુધારાની ચાલ જાળવી રાખશે તેવી ધારણાં રખાઈ રહી છે ત્યારે સરકાર પોતાની નાણાંની આવશ્યકતા પૂરી કરવા ડીસઈન્વેસ્ટમેન્ટના નક્કર પગલાં લેશે તેવી અપેક્ષા રખાય રખાઇ રહી છે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૫૨૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૬૦૬ પોઇન્ટથી ૧૭૬૭૬ પોઇન્ટ, ૧૭૭૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૭૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૮૮૧૧ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૯૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૮૬૭૬ પોઇન્ટથી ૩૮૪૦૪ પોઇન્ટ, ૩૮૨૭૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એસબીઆઈ લાઈફ ( ૧૧૭૭ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૧૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ટાટા સ્ટીલ ( ૧૧૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૧૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૮૮ થી રૂ.૧૨૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૩૯ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૯૬૦ થી રૂ.૯૭૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) સન ફાર્મા ( ૮૮૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૮૬૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૩૮ ) :- રૂ.૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના સ્ટોગ સપોર્ટથી કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૮૫૩ થી રૂ.૮૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ભારતી એરટેલ ( ૭૧૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૭૦૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) વિપ્રો લિમિટેડ ( ૫૭૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૫૪૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૫૯૩ થી રૂ.૬૦૬ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૩૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૮૦ આસપાસ રોકાણકારે રૂ.૪૦૪ થી રૂ.૪૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એચડીએફસી બેન્ક ( ૧૫૨૨ ) :- આ સ્ટોક રૂ.૧૫૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૪૨૦ ) :- ૩૭૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ટેક મહિન્દ્ર ( ૧૪૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) કોટક બેન્ક ( ૧૮૮૯ ) :- રૂ.૧૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૮૭૦ થી રૂ.૧૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એચસીએલ ટેકનોલોજી ( ૧૧૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) દ્વારિકેશ સુગર ( ૯૯ ) :- સુગર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૮૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જેએમ ફાઈનાન્સિયલ ( ૭૩ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હોલ્ડિંગ કંપની સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) થોમસ કૂક ( ૬૭ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૩૦૩ થી ૧૭૭૦૭ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular