Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા, ફુગાવો નીચે આવવાની ધારણાં તેમજ વૈશ્વિક બજારોમાં સુધારાની ચાલે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજાર માટે હાલમાં એવા કોઈ નેગેટિવ અહેવાલો ન રહેતા, ત્યારે અગાઉના અહેવાલોને બજારે અગાઉ જ ડીસ્કાઉન્ટ કર્યાનું જણાતા સતત વેચવાલી બાદ નીચા મથાળે રોકાણકારોનું આકર્ષણ અને મિડ – કેપ તથા સ્મોલ – કેપ શેરોમાં સ્થાનિક ફંડોની લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

ફુગાવાને અંકુશમાં લેવાની વિશ્વના મોટાભાગના દેશોની કવાયતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેવા વ્યાજ દર વધારાની અસરે પ્રવાહિતા ઘટવા લાગતાં એક તરફ મંદીનું જોખમ વધ્યું હોવા સામે ક્રુડ ઓઈલના ભાવ સ્થિરતા અને વિવિધ કોમોડિટીઝના ભાવ અંકુશમાં આવવા લગતા સ્થાનિક સ્તરે ચોમાસાની પ્રગતિ દેશભરમાં સારી રહેવાના અહેવાલ સાથે કૃષિ ચીજોના ભાવમાં ઝડપી ઘટાડાની પોઝિટીવ અસરે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રિકવરી જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

મહામારી બાદ મોંઘવારી અને વ્યાજદરોમાં વૃદ્ધિ તેમજ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજાર ઘટીને વર્ષની નીચી સપાટીને સ્પર્શ્યુ હતું. આ સાથે ભારતીય બજાર હવે ૩ લાખ કરોડ ડોલરની માર્કેટકેપ ક્લબમાંથી બહાર નીકળી ગયુ હતું. ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને હાલ ૨.૯૯ લાખ કરોડ ડોલર રહી છે, જે છેલ્લા ૧૩ મહિનામાં સૌથી ઓછી છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીના પરિણામે ભારતીય શેરબજારની માર્કેટકેપમાં જાન્યુઆરીની ૩.૬૭ લાખ કરોડ ડોલરની ઉંચાઇથી અત્યાર સુધીમાં ૬૭૬ અબજ ડોલરનું ધોવાણ થયુ છે. ચાલુ વર્ષે સેન્સેક્સ – નિફ્ટી તેમના ઉંચા સ્તરેથી ૧૮% જેટલા તૂટયા છે. ૩ લાખ કરોડ ડોલરની માર્કેટકેપ – ક્લબમાંથી માત્ર ભારત જ નહી પણ બ્રિટન, કેનેડા અને ફ્રાંસ પણ બહાર નીકળી ગયુ છે.

- Advertisement -

જર્મનીના બજારની માર્કેટકેપ બે લાખ કરોડ ડોલરની નીચે જવાની તૈયારી છે કારણ કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે યુરોપિયન શેરબજારો પણ દબાણ વધી રહ્યુ છે અને સપ્લાય ઘટતા કટોકટી – મોંઘવારીની સમસ્યા સર્જાઇ રહી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં સૌથી વધારે માર્કેટકેપ ધરાવતા વૈશ્વિક બજારોની યાદીમાં ભારત પાંચમાં ક્રમે હતુ જ્યારે તાજેતરના ધોવાણને પગલે હાલ છઠ્ઠા ક્રમે આવી ગયુ છે. તો રશિયા – યુક્રેનના યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલમાં આવેલી તેજીનો લાભ મળતા સાઉદી અરબનું બજાર હાલ આ યાદીમાં પાંચમાં ક્રમે પહોંચ્યુ છે અને તેની માર્કેટકેપ ૧૫% વધી છે. મહામારી બાદ મંદીના ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહ્યા છે, જેના પગલે આર્થિક મંદીની જોખમ વધતા મોટાભાગના શેરબજારોમાં મોટુ કરેક્શન આવ્યુ છે.

વૈશ્વિક બજારોની માર્કેટકેપ ચાલુ વર્ષે ૧૨૨.૫ લાખ કરોડ ડોલરથી ૨૦% ઘટીને ૯૮.૫ લાખ કરોડ ડોલર રહી ગઇ છે. દુનિયાના ટોપ – ૧૫ દેશોમાં ટકાવારીની રીતે માર્કેટકેપમાં સૌથી મોટો ઘટાડો સ્વીડનમાં ૩૪.૬%, જર્મનીમાં ૨૫.૫%, ફ્રાંસમાં ૨૪.૬%, અમેરિકામાં ૨૩.૪%માં નોંધાયો છે. આ દરમિયાન એક સાઉદી અરબ એકમાત્ર એવુ બજાર છે જેની માર્કેટકેપ વધી છે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી તેમજ ૨૩ જૂન ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૩૯,૭૭૦.૦૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી તેમજ ૨૩ જૂન ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૫૧,૨૪૬.૬૩ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, મહામારી બાદ મોંઘવારીને અંકુશમાં લેવા માટે વિશ્વ દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં વધારો કરીને મોંઘવારી – ફુગાવાને ડામવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. ભારતમાં રિઝર્વ બેન્કે પણ મે મહિનામાં એકાએક રેપોરેટ વધાર્યા બાદ જૂન મહિનામાં પણ વ્યાજદર વધાર્યા છે. કોરોના મહામારી બાદ મોટાભાગની ચીજવસ્તુઓના કિંમતોમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે, જેમાં રશિયા – યુક્રેનના યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલ – ખાદ્યતેલોના ભાવોમાં ભારે વધારો થયો છે. ભારતમાં ફુગાવાની સમસ્યા વકરવા પાછળ આયાતની મોટી ભૂમિકા રહેલી છે. જેમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણથી ભારતમાં આયાતથી ફુગાવાનું જોખમ ઘણુ વધી રહ્યુ છે.

ભારત ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે અને તે ફુગાવો વધવા પાછળનું મુખ્ય કારણ પણ છે. ઉપરાંત કોલસાની અછતને કારણે ભારતમાં ફરી વીજ કટોકટી સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરાઇ રહી છે તેમજ ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો વપરાશકાર અને આયાતકાર દેશ છે, જે ૫૫થી ૬૦% માંગ આયાત મારફતે સંતોષે છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ ચાલુ નાણાંકીય વર્ષ માટેના કન્ઝયુમર પ્રાઇસ ઇન્ફ્લેશન એટલે કે રિટેલ ફુગાવાનો લક્ષ્યાંક વધારીને ૬.૭% નક્કી કર્યો છે, જે સંકેત આપે છે કે આગામી સમયમાં મોંઘવારી હજી વધી શકે છે અને કડક નાણાંકીય પગલાં લેવાઇ શકે છે અને વૈશ્વિક સ્તર પર થનારી અસર સીધી ભારતીય શેરબજાર પર પણ જોવા મળશે તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્ રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 15718 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15474 પોઇન્ટના પ્રથમ અને 15303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 15770 પોઇન્ટથી 15808 પોઇન્ટ, 15888 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 15888 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 33700 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 33373 પોઇન્ટના પ્રથમ અને 33008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 33838 પોઇન્ટથી 33939 પોઇન્ટ, 34008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 34008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ભારતી એરટેલ ( 673 ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.660 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.644 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.686 થી રૂ.696 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.707 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ટાટા મોટર્સ ( 409 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.397 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ388 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.424 થી રૂ.430 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ગ્લેનમાર્ક ફાર્મા ( 377 ) :- રૂ.363 નો પ્રથમ તેમજ રૂ.347 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.388 થી રૂ.404 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) વીગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ( 217 ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.233 થી રૂ.240 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.188 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) રેઈન ઈન્ડસ્ટ્રીઝ ( 140 ) :- રૂ.133 નો પ્રથમ તેમજ રૂ.127 ના સ્ટોગ સપોર્ટથી પેટ્રોકેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.153 થી રૂ.160 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) જમના ઓટો ( 110 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.103 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.117 થી રૂ.122 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઇઝી ટ્રીપ પ્લાનર્સ ( 382 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.360 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.393 થી રૂ.404 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઓરિયનપ્રો સોલ્યુશન્સ ( 264 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.233 આસપાસ રોકાણકારે રૂ.277 થી રૂ.294 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.218 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇન્ફોસિસ લિમિટેડ ( 1445 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1414 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1463 થી રૂ.1470 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( 1324 ) :- આ સ્ટોક રૂ.1308 નો પ્રથમ તેમજ રૂ.1290 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1337 થી રૂ.1350 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 714 ) :- ૧૩૭૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.696 નો પ્રથમ તેમજ રૂ.686 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.733 થી રૂ.740 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એચડીએફસી બેન્ક ( 1356 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1377 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1383 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1330 થી રૂ.1317 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1390 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) હેવલ્સ ઇન્ડિયા ( 1110 ) :- રૂ.1147 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1160 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1088 થી રૂ.1073 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1173 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( 935 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.953 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.960 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.919 થી રૂ.909 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.974 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) વેલસ્પન એન્ટરપ્રાઈઝીસ ( 92 ) :- એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.99 થી રૂ.109 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.84 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જેટીઈકેટી ઈન્ડિયા ( 82 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો કોમ્પોનેન્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.77 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.88 થી રૂ.94 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જીનસ પાવર ( 75 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.70 નો પ્રથમ તેમજ રૂ.64 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.83 થી રૂ.90 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) નેટવર્ક૧૮ લિમિટેડ ( 63 ) :- રૂ.57 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.67 થી રૂ.73 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.73 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 15303 થી 15888 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular