Saturday, July 27, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક ખરીદીનો માહોલ…!!

ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક ખરીદીનો માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૩૨૪.૬૯ સામે ૫૧૨૩૮.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૬૨૪.૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૮૮૯.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૧૬.૧૦ સામે ૧૫૦૬૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૯૦૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૦૬.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોની ઈન્ડેક્સ બેઝડ સતત નફારૂપી વેચવાલી રહી હતી. કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં કેટલાક શહેરોમાં ફરી લોકડાઉનના સંકેત અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને ભારતીય અર્થતંત્ર અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં સતત વેચવાલી કરી હતી. ખાસ પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવો ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે નેગેટીવ બની રહેવાના અને વાહનોના વેચાણને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ઓફલોડિંગ સાથે પીએસયુ બેંકોમાં ખાનગીકરણની તૈયારીએ બેંકિંગ અને ફાઈનાન્સ શેરોમાં આજે સતત ચોથા દિવસે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

- Advertisement -

વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક બજારમાં ઊંચા વેલ્યૂએશન્સે મુંબઈ સહિતના શહેરોમાં ફરી લોકડાઉનની ભીતિને પગલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજારમાં કેન્દ્રિય બજેટ બાદ કોઈ મોટું ટ્રિગર ન રહેતા ફંડો તેજીનો વેપાર હળવો કરતા જોવાયા હતા. કેરળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને કારણે ચિંતા વધતા ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૯ અને વધનારની સંખ્યા ૧૧૮૨ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં ગત એપ્રિલથી અંદાજીત ૮૦% થી વધુની તેજી નોંધાઈ છે. આરબીઆઈએ પણ જણાવ્યુ છે કે વિદેશી રોકાણકારોની લિક્વિડિટીને કારણે જ બજારમાં તેજી છવાયેલી છે. આગામી દિવસોમાં ફાઈનાન્શિયલ સેક્ટરની સ્થિરતા સામે જોખમ ઊભું થતાં અને ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેલ્યૂએશન ઊંચા હોવાથી હવે સાવચેતી જરૂર બની રહેશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં ભારે ખરીદી કરી હતી અને અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રિમાસિક રોકાણ કર્યું હતું. માર્ચના ક્વાર્ટરમાં પણ FIIની આક્રમક ખરીદી ચાલુ રહી છે પરંતુ સ્થાનિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ડિસેમ્બર ક્વાર્ટરમાં અને માર્ચ ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં નેટ વેચવાલ જ રહ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે તે અંગે વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને તેને કારણે અર્થતંત્ર અંગે પણ વિશ્વાસ વધી રહ્યો છે.

કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિન ડેવલપમેન્ટ અને વિતરણના માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલ સામે વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. તા.૨૧.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૯.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૦૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૯૭૦ પોઈન્ટ થી ૧૪૯૦૯ પોઈન્ટ ૧૪૮૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૯.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૯૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઈન્ટ થી ૩૫૪૭૪ પોઈન્ટ, ૩૫૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • જ્યુબિલન્ટ ફૂડ ( ૨૯૫૪ ) :- જ્યુબિલન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૭૩ થી રૂ.૨૯૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૮૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૨૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૬૮ થી રૂ.૧૮૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૪૩ ) :- રૂ.૧૫૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૮ ના બીજા સપોર્ટથી બેન્ક રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૮૮૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૬૨૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૦ થી રૂ.૬૪૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૪૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૭૭ થી રૂ.૨૪૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૨૦ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અમર રાજા બેટરી ( ૮૭૩ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૯૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૫૮ થી રૂ.૮૪૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૮૦ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૬ થી રૂ.૫૪૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular