રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ડેરિવેટીવ્ઝમાં પણ મે વલણના હોવાથી ભારે બે – તરફી અફડાતફડીના અંતે શેરોમાં નરમાઈ જોવાઈ હતી. ફુગાવો – મોંઘવારીમાં અસહ્ય વૈશ્વિક વધારા અને વ્યાજ દરોમાં થઈ રહેલા વધારાથી કોર્પોરેટ વિશ્વ પર માઠી અસર થવા લાગ્યા સાથે વૈશ્વિક અર્થતંત્ર ફરી મોટી મંદીમાં ગરકાવ થઈ રહ્યાના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારોમાં સાથે શરૂઆતી તબક્કામાં મોટી ઉથલપાથલ મચાવ્યા બાદ અંતે ફંડો, મહારથીઓએ રિલાયન્સની આગેવાનીમાંફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં જંગી શોર્ટ કવરિંગ કરતાં ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી હતી.
ફુગાવાને અંકુશમાં લેવાના પગલાંના ભાગરૂપ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર ઘટાડા સાથે સ્ટીલની નિકાસો પર ડયુટી લાદીને સ્ટીલના ભાવ અંકુશિત કરવાના પગલાં બાદ હવે સુગરની નિકાસ અંકુશિત કરવાના સરકારના નિર્ણય વચ્ચે નિકાસોને ફટકો પડવાના નેગેટીવ પરિબળ સામે સ્થાનિક ઉદ્યોગો, સામાન્ય જનતાને રાહત પહોંચાડવાની નીતિની મિશ્ર અસર વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
મહામારી બાદ મોંઘવારી અને મંદીથી દુનિયાભરના દેશો દહેશતમાં છે અને તેમની મધ્યસ્થ બેન્કો આ સમસ્યાનો સામનો કરવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહી છે. ભારતની મધ્યસ્થ બેન્કે આગોતરા પગલાં લઇ અણધાર્યો વ્યાજદરમાં વધારો કર્યો છે. રિઝર્વ બેન્કે આગામી સમયમાં હજી ઘણા કપરાં ચઢાણ ચઢવા પડશે. કારણ કે ૧૭ વર્ષની ઉંચી સપાટીએ પહોંચેલી મોંઘવારીને ડામવા મક્કમ મને આકરાં નિર્ણયો લેવા પડશે. જાન્યુઆરી ૨૦૨૨ની શરૂઆતથી જ દેશનો મોંઘવારી દર રિઝર્વ બેન્કના નિર્ધારિત ૬%ના હાઇ-લેવલ કરતા ઉંચા સ્તરે રહેવાની આશંકા છે.
રિઝર્વ બેન્કે ચાલુ મહિને ચાર મે, ૨૦૨૨ના રોજ એકાએક વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી, જેમાં રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ અને કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. એપ્રિલના ફુગાવાના આંકડાને જોતાં તે ચારેય બાજુથી પરિસ્થિતિ ગંભીર બની રહી હોવાના સંકેત આપે છે. પ્રવર્તમાન સ્થિતિને જોતા રિઝર્વ બેન્ક આગામી જૂન મહિનાની મોનેટરી પોલિસી દરમિયાન રેપો રેટમાં ફરી ૫૦ બેસિસ પોઈન્ટનો વધુ વધારો કરી શકે છે તેવી વ્યાપક ધારણા છે. રિઝર્વ બેન્ક ઝડપી ગતિએ વધારાની તરલતા પાછી ખેંચીને ફુગાવાને ડામવાનો પ્રયત્ન કરશે.
અમેરિકા પણ ૪૦ વર્ષની ટોચે પહોંચેલી મોંઘવારીને કાબુ લેવામાં રાખવા વ્યાજદર વધારી રહી છે જેના પગલે ડોલર સામે રૂપિયો સતત ઘટીને નવા તળિયે ઉતરી રહ્યો છે અને તાજેતરમાં જ ૭૭.૭૩ની નવી નીચી ઐતિહાસિક સપાટી બનાવી હતી. આમ ચાલુ વર્ષની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણના મૂલ્યમાં ચાર ટકાનું ધોવાણ થયુ છે અને નજીકના સમયગાળામાં આ દબાણ યથાવત રહેવા પાછળ ઘણા કારણો છે. કોમોડિટીની ઉંચી વૈશ્વિક કિંમતો ભારતની વેપાર ખાધને વધારે પહોંળી કરી રહી છે તો બીજી બાજુ ભારતીય બજારમાંથી મોટી સંખ્યામાં વિદેશી રોકાણકારોએ ઉચાળા ભરી રહ્યા છે. હાલ કરન્સી માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ લગભગ બે દાયકાના ઉચ્ચત્તમ સ્તર પર છે. આવા તમામ પ્રતિકુળ પરિબળો રિઝર્વ બેન્ક સામે મુશ્કેલીઓનો પહાડ ઉભો કરશે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૩૯,૬૭૭.૦૩ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી તેમજ ૨૬ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૪૪,૭૩૮.૪૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૩,૨૮૧.૩૧ કરોડની વેચવાલી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી તેમજ ૨૬ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૫૧,૮૪૭.૮૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, મહામારી બાદ મોંઘવારીએ હાલ તમામ દેશો અને દુનિયાને મુશ્કેલીમાં મૂક્યા છે અને તેનો સામનો કરવા માટે મોટાભાગના દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં વૃદ્ધિ નામનું શસ્ત્ર ઉગામ્યુ છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને ભારતની રિઝર્વ બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. જેમાં ભારતની મધ્યસ્થ બેન્કે એકાએક વ્યાજદરમાં વધારાની જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં મૂકવાની સાથે સાથે મોટો આંચકો આપ્યો હતો. વિશ્વ એક તરફ કોરોનાના ભરડામાંથી મુક્ત થઈ રહ્યાના અહેવાલો – સંકેતો વચ્ચે ચાઈનામાં ફરી લોકડાઉનના અહેવાલો વચ્ચે વિશ્વ આ સંકટના કાળની સાથે ફુગાવા – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ઘેરાયુંલુ છે. ક્રુડ ઓઈલના ભાવમાં ભડકા સાથે બ્રેન્ટના ભાવ ૧૧૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને ચાલુ વર્ષમાં ભાવ ૧૩૦ ડોલરથી વધુ પહોંચી જવાની આગાહીઓને લઈને ફુગાવાનું પરિબળ જોખમી છે.
રશિયા – યુક્રેન યુદ્વની કટોકટી વકરતાં વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન સાથે વૈશ્વિક ફાઈનાન્શિયલ, કોમોડિટીઝ માર્કેટોમાં મોટી ઉથલપાથલ જોવાઈ છે. વૈશ્વિક શેરબજારો ડામાડોળ બનવા સાથે ભારતીય શેરબજારમાં પણ ચિંતામાં મોટો વધારો થયો છે. આર્થિક મોરચે નેગેટીવ પરિણામો ભારતે પણ સહન કરવા પડશે એવા સ્પષ્ટ સંકેતે સાથે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 16338 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16676 પોઇન્ટના પ્રથમ અને 16808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16272 પોઇન્ટથી 16202 પોઇન્ટ, 16160 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 35645 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 36006 પોઇન્ટના પ્રથમ અને 36474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 35303 પોઇન્ટથી 35007 પોઇન્ટ, 34808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 36474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) અદાણી પાવર ( 323 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.303 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.288 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.337 થી રૂ.343 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.350 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) મંગલમ સિમેન્ટ ( 313 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.272 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.337 થી રૂ.350 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા ( 269 ) :- રૂ.244 નો પ્રથમ તેમજ રૂ.232 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.288 થી રૂ.303 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
૪) ઝી એન્ટરટેઈનમેન્ટ ( 236 ) :- ટીવી બ્રોડકાસ્ટિંગ અને સોફ્ટવેર પ્રોડક્શન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.253 થી રૂ.260 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.220 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) AGI ગ્રીનપેક ( 222 ) :- રૂ.202 નો પ્રથમ તેમજ રૂ.188 ના સ્ટોગ સપોર્ટથી પેકેજીંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.237 થી રૂ.250 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ફિનોલેક્સ કેબલ્સ ( 143 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.130 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.157 થી રૂ.170 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) ઓનમોબાઈલ ગ્લોબલ ( 122 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.113 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.137 થી રૂ.150 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) પ્રીકોલ લિમિટેડ ( 108 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.97 આસપાસ રોકાણકારે રૂ.122 થી રૂ.130 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.88 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2583 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2507 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રીફાઇનરી & માર્કેટીગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2606 થી રૂ.2630 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ( 3273 ) :- આ સ્ટોક રૂ.3232 નો પ્રથમ તેમજ રૂ.3203 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.3303 થી રૂ.3340 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) લાર્સન & ટુબ્રો ( 1607 ) :- 575 શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.1573 નો પ્રથમ તેમજ રૂ.1550 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ & કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.1637 થી રૂ.1650 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) એચડીએફસી બેન્ક ( 1393 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1414 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1427 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1380 થી રૂ.1363 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1440 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) સન ફાર્મા ( 899 ) :- રૂ.913 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.922 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.873 થી રૂ.860 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.930 ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ગ્લેનમાર્ક ફાર્મા ( 397 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.414 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.423 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.383 થી રૂ.370 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.430 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) વેલસ્પન એન્ટરપ્રાઈઝ ( 91 ) :- એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ & કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.97 થી રૂ.108 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.83 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જીનસ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ( 84 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.77 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.89 થી રૂ.94 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) બ્લિસ જીવીએસ ફાર્મા ( 77 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.70 નો પ્રથમ તેમજ રૂ.64 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.84 થી રૂ.90 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) થોમસ કૂક ( 58 ) :- રૂ.50 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.63 થી રૂ.70 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.70 ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ 16160 થી 16676 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )