Friday, December 5, 2025
HomeબિઝનેસStock Market Newsશેરબજારના ટ્રેડરોને આજે રાત્રે નહીં આવે નિંદર

શેરબજારના ટ્રેડરોને આજે રાત્રે નહીં આવે નિંદર

ટ્રમ્પે ફોડયો ટેરિફ બોમ્બ, કાલે (ગુરૂવારે) ભારતીય બજારમાં મચશે કોહરામ :એક તો કાલે મંથલી એકસપાયરી’ને માથેથી ટ્રમ્પે બળતામાં હોમ્યું ઘી

પહેલી ઓગસ્ટની ડેડલાઈન પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ટેરિફ બોમ્બ ફોડયો છે. તેમણે ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ ફટકારવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં રશિયા પાસેથી ઉર્જા અને અન્ય સાધનોની ખરીદી કરવા અંગે ભારતને દંડ પણ ફટકાર્યો છે. ટ્રમ્પના આ આક્રમક પગલાંની વિપરીત અસર આવતીકાલે (ગુરૂવારે) ભારતના શેર બજાર પર પડવાનું નિશ્ચિત બન્યું છે. ગિફટ નિફટી પણ આવતીકાલે ભારતીય બજારમાં મોટા કડાકાનો સંકેત આપી રહી છે આ લખાઇ છે ત્યારે સાંજે 07:30 કલાકે ગિફટ નિફટી 175 પોઇન્ટ માઈનસ ટ્રેડ કરી રહી છે.

- Advertisement -

ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે ભારતને અમેરિકાનો મિત્ર ગણાવ્યો પરંતુ ઉમેર્યું કે રશિયન લશ્કરી સાધનો અને તેલ ખરીદવા બદલ તેને 25% ટેરિફ અને દંડનો સામનો કરવો પડશે.

ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે બુધવારે ભારતને અમેરિકાનો “મિત્ર” પરંતુ ઉમેર્યું કે રશિયન લશ્કરી સાધનો અને તેલ ખરીદવા બદલ તેને 25% ટેરિફ અને દંડનો સામનો કરવો પડશે. યુએસ રાષ્ટ્રપતિએ પુનરોચ્ચાર કર્યો કે ભારત “વિશ્વમાં સૌથી વધુ ટેરિફ” માંનો એક છે.

- Advertisement -

“યાદ રાખો, જ્યારે ભારત અમારો મિત્ર છે, ત્યારે અમે વર્ષોથી તેમની સાથે પ્રમાણમાં ઓછો વ્યવસાય કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ છે, અને તેમની પાસે કોઈપણ દેશ કરતાં સૌથી વધુ કઠોર અને ઘૃણાસ્પદ બિન-નાણાકીય વેપાર અવરોધો છે,” ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું છે. તેમણે કહ્યું કે, પહેલી ઓગસ્ટથી ભારત 25 ટકા ટેરિફ ચુકવશે. તેમજ રશિયા પાસેથી ક્રુડ ઓઇલ અને શસ્ત્રોની ખરીદી કરવા માટે પેનલ્ટી પણ વસૂલવામાં આવશે. જોકે, તેમણે કેટલી પેનલ્ટી લાદવામાં આવશે ? તે સ્પષ્ટ કર્યુ નથી.

શું થશે ભારતીય શેરબજાર અસર ?
ટ્રમ્પની ટેરિફ જાહેરાતની ભારતીય શેરબજાર પર ગંભીર વિપરીત અસર જોવાઈ રહી છે ત્યારે અત્યંત મહત્વના 24,800ના લેવલ પર ટ્રેડ  કરી રહેલી નિફટી-50 માં વધુ એક ડાઉન ટ્રેન્ડ શરૂ થઈ શકે છે. હજુ ગઈકાલે જ 24,600 ના સપોર્ટ સ્તરથી પાછી ફરેલી નિફટી આવતીકાલે ફરી એકવાર આ સપોર્ટ તોડીને નવા નીચા લેવલ દેખાડી શકે છે. ઉપરાંત આવતીકાલે (ગુરૂવાર) જુલાઈ વાયદા સીરીઝની એકસપાયરી હોવાને કારણે મોટી અફરાતફરી મચવાની દહેશત ઉભી થઈ છે. જેને કારણે  ટ્રેડરો અને રોકાણકારો પણ ટેન્શનમાં આવી ગયા છે આમેય મંથલી એકસપાયરીના દિવસે માર્કેટમાં જબરી ઉથલપાથલ જોવા મળતી હોય છે. તેવામાં ટ્રમ્પના ટેરિફ બોમ્બએ આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે ત્યારે શેરબજારના પ્રેમીઓની નજર વિદેશી રોકાણકારો માટે ટ્રેડ  થઈ રહેલી ગિફટ નિફટી પર મંડાઈ છે. સ્વાભાવિક પણે જ મોડીરાત સુધી એટલે કે, જ્યાં સુધી ગિફટ નિફટીનું ટ્રેડીંગ બંધ નહીં થાય ત્યાં સુધી સતત તેના પર જ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular