Thursday, December 26, 2024
Homeબિઝનેસભારતીય શેરબજાર જોખમી તબક્કામાં...!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા...!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે સંકટમાં મુકાયેલ દેશની ટેલીકોમ ક્ષેત્રને ઉગારવા સરકાર દ્વારા જાહેર કરાયેલ મોટા રાહત પેકેજની જાહેરાત સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોએ ભારતીય શેરબજારમાં ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ BSE સેન્સેક્સે પ્રથમ વખત ૫૯૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરી ૫૯૭૩૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૮૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે માત્ર આઠ જ ટ્રેડિંગ સત્રમાં જ સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ ઉછળતા વધુ એક વિક્રમ રચાયો હતો.

સરકાર દ્વારા ટેલીકોમ ક્ષેત્રને ઉગારવા જાહેર કરાયેલ રાહત પેકેજ ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે અંદાજીત રૂા.૨૬૦૫૮ કરોડની પીએલઆઈ સ્કીમને મંજૂરી, બેડ બેંકની સ્થાપના માટેની કવાયત, દેશભરમાં ચોમાસાની પ્રગતિ સહિતના અન્ય અહેવાલોની બજારના માનસ પર સાનુકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત મહામારી બાદ અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ, જીએસટી કલેકશનમાં વૃદ્ધિ, દેશમાં વેક્સિનેશન કામગીરીમાં વૃદ્ધિ, અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામો, વિદેશી રોકાણકારોની નવી લેવાલીની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુએસ ફેડરલ દ્વારા સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના નિર્ણય તેમજ વિવિધ દેશોની મધ્યસ્થ બેંક દ્વારા હળવી નાણાં નીતિ અપનાવતા બજારની તેજીની ચાલને ટેકો સાંપડયો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતમાં કોરોનાના પગપેસારા અને દેશવ્યાપી લોકડાઉનના અમલના પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ગત વર્ષે ૨૪ માર્ચે ૭૫૧૧ના તળિયેથી સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકુળ અહેવાલો પાછળ ગત સપ્તાહે  નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૦ પોઈન્ટની ઓલટાઈમ વિક્રમી સપાટીને સ્પર્શી ગયો હતો. આમ, દોઢ વર્ષમાં નિફ્ટી ફ્યુચરમાં ૧૦,૦૦૦ પોઇન્ટથી વધુ અથવાતો અંદાજીત ૧૩૩%નો ઉછાળો નોંધાયો હતો. ગત વર્ષે એટલે કે ૨૦૨૦ના માર્ચ માસ દરમિયાન ભારતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. જેના પગલે ભારેત ગભરાટભરી વેચવાલીના દબાણે ગત તા. ૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ નિફ્ટી ફ્યુચર તુટીને ૭૫૧૧.૧૦ના તળિયે પટકાયો હતો. જ્યારે બીએસઇ સેન્સેક્સ ૩૯૩૪ પોઇન્ટ તુટીને ૨૫૮૮૦ના તળિયે ઉતરી આવ્યો હતો.

- Advertisement -

ગત માર્ચ માસમાં અમલી બનેલ વિશ્વના સૌથી લાંબા લોકડાઉનના કારણે ભારતમાં મહામારી પર અંકુશ મુકાવાની સાથોસાથ સરકાર દ્વારા અર્થતંત્રની વૃધ્ધિ માટે ભરાયેલ પગલાંની બજાર પર સાનુકુળ અસર થવા પામી હતી. તો બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા પણ લોન મોરેટોરીયમ તેમજ નીચા વ્યાજ દર અમલી બનાવાતા વિવિધ ધંધા – રોજગાર તેમજ ઉદ્યોગોને મોટી રાહત થઇ હતી. તો બીજી તરફ વિશ્વના મોટા ભાગના દેશોની મધ્યસ્થબેંક દ્વારા પણ રાહતના પગલા ભરાયા સહિતના અન્ય સાનુકુળ અહેવાલોની ભારતીય શેરબજાર પર સાનુકુળ અસર થતા તેમાં સુધારા જોવા મળો છે.

ભારતીય શેરબજાર સતત નવા રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. ભારતીય શેરબજારની માર્કેટ કેપ ૩.૪ લાખ કરોડ ડોલરને પાર કરી ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ બની ગયું હતું. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે માર્કેટ કેપના આધાર પર અમેરિકી શેર માર્કેટ નંબર એક પર છે. વોલ સ્ટ્રીટની ટોટલ માર્કેટ કેપ ૫૧ ટ્રિલિયન ડોલરને પાર છે. બીજા નંબરે ચીનનું શેરબજાર છે જેની માર્કેટ કેપ ૧૨ ટ્રિલિયન ડોલર છે. ત્યાર બાદ ૭ ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા નંબરે, ૬ ટ્રિલિયન ડોલર સાથે હોંગકોંગ ચોથા નંબરે, ૩.૬૮ ટ્રિલિયન ડોલર સાથે બ્રિટન પાંચમા નંબરે અને ૩.૪૧ ટ્રિલિયન ડોલર સાથે ભારત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે, જ્યારે ફ્રાંસ ૩.૪૦ ટ્રિલિયન ડોલર સાથે હવે સાતમા નંબરે ગબડી ગયું છે. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં સૌથી વધારે ૮૭૪ અબજ ડોલરનો ઉછાળો નોંધાયો છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી તેમજ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૬૧૯.૩૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી તેમજ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૫૫૯૩.૫૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તથા ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરબજારોમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. ઉપભોગ માગમાં વધારો, વિક્રમી નીચા વ્યાજ દર અને ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઈ રહેલો સુધારો કદાચ ભારતની ઈક્વિટીઝ બજારોમાં રેલીને ઈંધણ પૂરું પાડતા હશે, તેમ છતાં આ વધારાની ઝડપી ગતિ ભારતીય અર્થતંત્ર સામે જોખમો વધારી રહી છે. ગત વર્ષના ઓકટોબર – ડિસેમ્બર ત્રિમાસિકથી આ રેલીએ દેશના જીડીપીમાં દરેક ત્રિમાસિકમાં અંદાજે ૧%નો વધારો કરાવ્યો છે. જો કે ઈક્વિટીઝમાં ઝડપી વૃદ્ધિએ બજારમાં કોઈપણ પછડાટ સામે અર્થતંત્રના જોખમમાં વધારો કર્યો છે. સ્ટોકસ જેટલા ઊંચે જાય છે ત્યારે તેના ઘટાડાની સ્થિતિમાં અર્થતંત્ર સામે એટલું જ જોખમ ઊભું થાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વ રાહતો પાછા ખેંચવાના સમયગાળા પર હાલમાં વિચારણા કરી રહ્યું છે, ત્યારે ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે.

ગત ઓગસ્ટ માસ દરમિયાન ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ તોફાની તેજીમાં મુખ્ય ઇન્ડેક્સ અંદાજે ૮% જેટલા વધ્યા બાદ સપ્ટેમ્બર માસમાં પણ બેતરફી વધઘટના અંતે આ સુધારો આગળ વધતો જોવા મળ્યો છે. આમ બજારમાં સતત તેજી નોંધાતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. વિદેશી રોકાણકારોની નવી લેવાલી, વેક્સિનેશનમાં ગતિ તેમજ આર્થિક ગતિવિધિઓ વધતા સપ્ટેમ્બર માસમાં પણ તોફાની તેજી જળવાઈ રહી છે પરંતુ મારા મતે આગામી દિવસોમાં ફંડો તેમજ ઓપરેટરો દ્વારા સાવચેતીનું વલણ અપનાવામાં આવતા તોફાની તેજીની ચાલ ધીમી પડી શકે છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૬૦૫ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૬૭૬ પોઇન્ટથી ૧૭૭૦૭ પોઇન્ટ, ૧૭૭૩૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૭૩૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૯૧૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૩૭૦૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૮૦૦૮ પોઇન્ટથી ૩૮૩૭૩ પોઇન્ટ, ૩૮૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૬૦૬  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) પનામા પેટ્રોકેમ ( ૨૭૫ ) :- રિફાઇનરીઝ / પેટ્રો - પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૮ થી રૂ.૨૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) મઝાગોન ડોક શિપ ( ૨૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૪ થી રૂ.૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ફિલિપ્સ કાર્બન બ્લેક ( ૨૪૬ ) :- રૂ.૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૨૧૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) હાઈટેક કોર્પોરેશન ( ૨૧૫ ) :- કન્ટેનર્સ & પેકેજિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) કનોરિયા કેમિકલ્સ ( ૧૯૯ ) :- રૂ.૧૮૩ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪ ના સ્ટોગ સપોર્ટથી કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) RBL બેન્ક ( ૧૮૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૬ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) રેલિગેર એન્ટરપ્રાઈઝ ( ૧૬૭ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૫ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૨ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઓરિયન્ટ સિમેન્ટ ( ૧૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ રોકાણકારે રૂ.૧૭૨ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૭૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૮૬ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! કન્સ્ટ્રકશન & એન્જિનિયરિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૭૩ ) :- આ સ્ટોક રૂ.૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૯૦ થી રૂ.૧૬૦૬ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સિપ્લા લિમિટેડ ( ૯૫૫ ) :- ૬૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) બાટા ઈન્ડિયા ( ૧૭૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) HDFC બેન્ક ( ૧૫૮૦ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૫૬૨ થી રૂ.૧૫૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) વિપ્રો લિમિટેડ ( ૬૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૮૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૪૪ થી રૂ.૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ડી બી કોર્પ ( ૯૫ ) :- પબ્લીશીંગ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જમના ઓટો ( ૯૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ્સ & ઈક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૮ થી રૂ.૧૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) સ્પાઈસજેટ લિમિટેડ ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨ નો પ્રથમ તેમજ રૂ.૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એરલાઇન્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) થોમસ કૂક ( ૬૫ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૪૭૪ થી ૧૭૭૦૭ પોઈન્ટ ધ્યાને લેશો

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular