Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસ્ટેશન માસ્તરો દ્વારા 31 મે ના રોજ હડતાલનું એલાન

સ્ટેશન માસ્તરો દ્વારા 31 મે ના રોજ હડતાલનું એલાન

એમએસસીપીનો લાભ, રેલવેનું ખાનગીકરણ અટકાવવા, જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિતના પ્રશ્ર્નોના નિરાકરણની માગણી

- Advertisement -

ઓલ ઇન્ડીયા સ્ટેશન માસ્તર એસોસિએશન દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાઓને લઇ 31 મે ના રોજ સમગ્ર ભારતમાં એક દિવસની રજા લઇ વિરોધ વ્યક્ત કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી અપાઇ છે.

- Advertisement -

રેલવેના સ્ટેશન માસ્તર દ્વારા સ્ટેશન માસ્તરની ખાલી જગ્યા ઉપર ભરતી કરવા, એમએસીપીનો લાભ તા. 1 જાન્યુઆરી-2016થી આપવા, રેલવેનું ખાનગીકરણ બંધ કરવા, નવી પેન્શન સ્કિમ બંધ કરી જુની પેન્શન સ્કિમ લાગુ કરવા, નાઇટ ડ્યૂટી સિલિંગ લિમિટ રૂા. 43600નો આદેશ રદ્ કરવા તથા તા. 1 જુલાઇ-2017થી રિકવરીના આદેશ પરત લેવા સહિતની માગણીઓને લઇ સ્ટેશન માસ્તરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ નાઇટ ડ્યૂટી સિફટમાં મિણબતી પ્રગટાવી વિરોધ, એક સપ્તાહ કાળીપટ્ટી લગાવી વિરોધ પ્રદર્શન, એક દિવસિય ભૂખ-હડતાલ સહિત અનેક પ્રકારે વિરોધ પ્રદર્શન કરવા છતાં સમસ્યાઓનો કોઇ ઉકેલ ન આવતાં આગામી તા. 31 મે ના રોજ ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્તર એસો.ના નેજા હેઠળ સમગ્ર ભારતમાં સ્ટેશન માસ્તરો દ્વારા એક દિવસની રજા લઇ વિરોધ દર્શાવવા જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular