Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકોરોના ગાઇડલાઇન સંદર્ભે રાજયભરમાં સરકારની આકરી ટીકાઓ

કોરોના ગાઇડલાઇન સંદર્ભે રાજયભરમાં સરકારની આકરી ટીકાઓ

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં કોરોનોના નામે, કોરોનાના બહાને અને ગાઇડલાઇનની મિઠડી વાતોથી ગુજરાત સરકાર મનસ્વી નિર્ણયો લઇ કરોડો ગુજરાતીઓના દિલ દુભાવી રહી છે. જેને કારણે અખબારો અને સમાચાર ચેનલો ઉપરાંત સોશ્યલ મિડીયામાં રાજય સરકારની આકરી ટીકાઓ થઇ રહી છે અને સરકાર પ્રત્યે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

- Advertisement -

રાજયના ચૂંટણીપંચે શુક્રવારે સાંજે જાહેર કર્યૂં કે, આગામી એપ્રિલમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે. બીજી બાજૂ સરકારના શિક્ષણ વિભાગે શુક્રવારે સાંજે જ એમ જાહેર કર્યૂં કે,ધો.12ની વિજ્ઞાન પ્રવાહની પ્રેકટીકલ પરિક્ષાઓ રદ કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજીના દર્શનના દરવાજા બંધ કરવામાં આવ્યા હોય, લાખો શ્રધ્ધાળુઓમાં નારાજગી છે. બીજી બાજૂ દ્વારકા નજીકના શિવરાજપૂર બીચ ખાતે હજારો સહેલાણીઓ કોઇ જાતના પ્રતિબંધ વિના ટોળે વળી રહ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે સોમવારે મેન્ટેનન્સ દિવસ છે. પરંતુ એ દિવસે ધૂળેટી હોવાને કારણે સહેલાણીઓની સુવિધા માટે જાહેર રજાને દિવસે અને મેન્ટેનન્સના દિવસે આ સ્થળ ખૂલ્લુ રહેશે અને મેનટેનન્સ બીજે દિવસે મંગળવારે કરવામાં આવશે. બીજી બાજૂ ગાંધીનગરમાં આવેલાં અક્ષરધામ મંદિરના દરવાજા ભાવિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે સંકલન કરીને રાજયના પોલીસવડા આશિષ ભાટિયાએ લોકોની હોળી અને ધૂળેટી બગાડવવા માટે પ્રતિબંધો જાહેર કર્યા છે અને કોરોનાના નામે કલમ-144ની વાતો થઇ રહી છે. ચૂંટણીઓ અને ક્રિકેટ મેચમાં સરકારને કોરોના યાદ આવતો નથી અને લોકોની સાથે સંકળાયેલી મહત્વની બાબતોમાં કોરોનાના બહાને સરકાર મનસ્વી નિર્ણયો ગુજરાતમાં લાદી રહી છે અને આ નિર્ણયોને અમલ માટે ‘ખાખી’નું શાસન ચલાવી રહી છે. જેના કારણે લોકોમાં ખૂબ જ નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ પ્રકારની સ્થિતિમાં સચિવાલયમાં બેઠેલા અનુભવી અધિકારીઓએ સરકારને યોગ્ય માર્ગદર્શન આપવું જોઇએ. અથવા દિલ્હીએ ગાંધીનગરને સાચી સલાહ આપવી જોઇએ એવી લોકલાગણી સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular