જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી વંથલીના સીડ ફાર્મ ગ્રાઉન્ડમાં જુનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકાર પુરુષાર્થ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે .મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ઊંચાઈએ છે. શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતના વિકાસના પાયામાં છે.
મંત્રીએ કૃષિ વિકાસની વાત કરતા કહ્યું કે કૃષિ ક્ષેત્રે ગુજરાતે સિદ્ધિઓ મેળવી છે. ખેડૂતો માટેની અનેક કલ્યાણકારી યોજના અમલમાં છે અને તેના લાભો થકી ખેડૂતો ડિજિટલ અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. મંત્રીએ ખેડૂતોની આવક વધારવા સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક યોજના સહિત ખેડૂતોની સમૃદ્ધિ માટે ખેડૂતોના હિતકારી નિર્ણયો ની વિગતો આપી હતી.
મંત્રીએ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખુલી જીપમાં પરેડ નિરીક્ષણ વેળાએ કલેકટર રચિત રાજ, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે રહ્યાં હતા. રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે વંથલી અને આજુબાજુના વિસ્તારની શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મંત્રીના હસ્તે રેવન્યુ પોલીસ અને વિવિધ વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ કિરીટભાઈ પટેલ, ગીરીશભાઈ કોટેચા, જેઠાભાઇ પાનેરા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, અધિક કલેકટર એમ.બી બાભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલ ના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદી માં જણાવ્યું છે.