Monday, December 30, 2024
Homeરાજ્યનૂતન વર્ષે દ્વારકા આવશે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ

નૂતન વર્ષે દ્વારકા આવશે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ

વિવિધ કાર્યક્રમોનું આયોજન : પ્રદેશ અધ્યક્ષનું દ્વારકામાં વીસ દિવસમાં બીજી વખત આગમન : ભાજપ દ્વારા પરિવાર સાથે સ્નેહમિલન

- Advertisement -


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નૂતન વર્ષ નિમિત્તે શુક્રવાર તા. 5 મીના રોજ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અધ્યક્ષ સી.આર. પાટીલનું ખાસ આગમન થશે. વીસ દિવસમાં બીજી વખત દ્વારકામાં પ્રદેશ પ્રમુખ આવશે. જે સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -


આગામી શુક્રવારે નૂતનવર્ષ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાર જ્યોતિર્લિંગો તથા ચાર ધામના સ્થળોએથી તેમજ આદિ ગુરુ શંકરાચાર્યની પધરામણી થઈ હોય તેવા 87 મંદિરોના સ્થળે વિશેષ કાર્યક્રમનું આયોજન તથા તેમની સાથે કેદારનાથ યાત્રાધામ ખાતે વિકાસ કાર્યોના ઉદ્ઘાટનનો લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પટીલ ખાસ ઉપસ્થિત રહેશે.


દ્વારકાના નાગેશ્વર તથા દ્વારકાધીશ મંદિરે વડાપ્રધાન મોદી સાથે લાઈવ કાર્યક્રમમાં રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પ્રભારીમંત્રી બ્રિજેશ મેરજા પણ જોડાશે. આ માટેની એક બેઠક હાલારના સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગરના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. જેમાં અહીંના પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, સહપ્રભારી બીનાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી મયુરભાઈ ગઢવી, વિગેરે સાથે અહીંના સ્થાનિક શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ભાણવડના પ્રમુખ જીતુભાઈ જોશી, સગાભાઈ રાવલીયા, કિશોરસિંહ જાડેજા, સંજયભાઈ નકુમ, જગુભાઈ રાયચુરા, ભરતભાઈ ચાવડા, હિતેન્દ્રભાઈ આચાર્ય, જીતેન્દ્રભાઈ કણજારીયા, પરબતભાઈ ભાદરકા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, મનિષાબેન ત્રિવેદી, વિગેરે પણ સાથે જોડાયા હતા અને નૂતન વર્ષના આ કાર્યક્રમના સુંદર આયોજન સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તા. 5 મી નવેમ્બરના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી દ્વારકાના નાગેશ્વર મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ભાજપના સર્વે હોદ્દેદારો તેમના પરિવારજનો સાથે જોડાશે. જ્યાં ભાજપનું સ્નેહમિલન તથા પરિવારના આ સમારોહમાં સી.આર. પાટીલ સાંસદ પૂનમબેન માડમ, બ્રિજેશભાઈ મેરજા વિગેરે પણ સાથે જોડાશે. નવા વર્ષે નાગેશ્વર ખાતે ભાજપના સ્નેહમિલન તથા વડાપ્રધાન મોદી સાથે તીર્થોનો લાઈવ કાર્યક્રમ અદભૂત બની રહેશે. જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular