Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસમસ્ત જૈન યુવા સંગઠન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

સમસ્ત જૈન યુવા સંગઠન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

- Advertisement -

સમસ્ત જૈન યુવા સંગઠન જામનગર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરના સુમેર સ્પોર્ટસ કલબ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઇકાલે રાત્રે પ્રારંભ થયો હતો.

- Advertisement -

સમસ્ત જૈન યુવા સંગઠનના પ્રમુખ નિલેશ કગથરા, સેક્રેટરી જતિન મહેતા, ખજાનચી નિલેશ શાહ, કન્વીનર દર્શન શેઠ, સહ કન્વીનર પ્રિયંક પારેખ સહિતના આ ટુર્નામેન્ટ માટે જહેમત ઉઠાવી રહયા છે. તા. રપ જાન્યુઆરી સુધી આ ટુર્નામેન્ટ યોજાશે. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમસ્ત જૈન સમાજના ભાઇઓ જોડાયા હતા. તેમજ ટુર્નામેન્ટ નિહાળવા પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ગઇકાલે ટુર્નામેન્ટના પ્રારંભે વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ભરતભાઇ વસા, જામનગર વિશા ઓશવાળ જૈન જ્ઞાતિ પ્રમુખ ધીમંતભાઇ ઝવેરી, દશા શ્રીમાળી લ્હાણી સંસ્થા પ્રમુખ વિજયભાઇ શેઠ, હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ (ગામડાવાળા)ના પ્રમુખ રાજુભાઇ કોલસાવાળા, હાલારી વિશા ઓશવાળ સમાજ પ્રમુખ રિતેષ ધનાણી, દિગમ્બ્ર જૈન મુમુક્ષ મંડળ પ્રમુખ બિપીનભાઇ વાધર, જામનગર સુખડીયા વણિક જ્ઞાતિ પ્રમુખ સુરેશભાઇ પઢિયાર, દશા શ્રીમાળી વણિક મંડળ કામદાર વાડી પ્રમુખ પ્રમોદભાઇ કોઠારી, ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના જિનેશભાઇ શાહ, હાલારી વિશા ઓશવાળ મહાજન (બાવન ગામ) પ્રમુખ કમલભાઇ ગોસરાણી, જામનગર વિશા ઓશવાળ અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ પ્રદિપભાઇ શાહ, કચ્છ દશા ઓશવાળ સમાજના સુનિલભાઇ લોડાયા, ખડતલગચ્છ જૈન સંઘના સુરેશભાઇ પારેખ તથા ભૂપેન્દ્રભાઇ ઉપરાંત પારસધામના વી.પી. મહેતા, ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ પ્રમુખ આર.કે. શાહ, જૈન અગ્રણીઓ પરાગભાઇ શાહ, અરવિંદભાઇ શાહ, ભરતભાઇ પટેલ, હરેશભાઇ ગુઢકા, વિજયભાઇ સંઘવી, જીતુભાઇ યુનો, દિલીપભાઇ મકિમ, નિલેશભાઇ ઉદાણી, સુમેર સ્પોર્ટસ કલબ પ્રમુખ રાજુભાઇ શેઠ, સેક્રેટરી ધીરેનભાઇ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular