Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એસ.ટી. બસ ડ્રાઈવરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

જામનગરમાં એસ.ટી. બસ ડ્રાઈવરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

- Advertisement -

જામનગર શહેરમાં એસટી બસ ડ્રાઈવરને અચાનક તબિયત બગડતા તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી અને ડ્રાઈવરે સતર્કતા દાખવતા કોઇ અનિચ્છનીય ઘટના સર્જાતા અટકી હતી. આ અંગે જાણ થતા એસ.ટી. ડેપો દ્વારા તાત્કાલિક ધોરણે બીજા ડ્રાઇવરની વ્યવસ્થા કરી બસને તેના રૂટ ઉપર રવાના કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરથી નલિયા જતી બસના ડ્રાઈવરને અચાનક બીપી લો થઈ જતાં કે.વી. રોડ ઉપર બસ ચાલકે તાત્કાલિક ધોરણે બસને અટકાવી દીધી હતી. આ દરમિયાન બસ સાઈડમાં રાખવા જતાં એક એકટીવા ચાલકને ઠોકર લાગતા સામાન્ય ઈજા પહોંચી હતી. એકટીવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને એસ.ટી. ડેપો દ્વારા અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરી બસને નિયત રૂટ ઉપર રવાના કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular