પોરબંદરના માધવપુરઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્રસુદનવમી, 30મી માર્ચ થી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ર્ચિમની સંસ્કૃતિના સંગમ અને એક ભારત અને શ્રેષ્ઠ ભારતના પ્રતિક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આરાષ્ટ્રીય મેળામાં નિ:શુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ 70 બસોની વ્યવસ્થા કરી છે. પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુરજવા માટે આ બસો ઉપડશે.
રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10બસો, ગોંડલ પ્રાંતને 14બસો, જેતપુર પ્રાંતને 18 બસો, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે.