Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરશ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં શ્રૃંગાર દર્શન

શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં શ્રૃંગાર દર્શન

શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે શિવાલયોમાં શણગાર દર્શન સહિતના અનેકવિધ આયોજનો થયા હતાં. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર નજીક આવેલ ઓમ કારેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગરનું ઇચ્છેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોનીમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, જયંત સોસાયટીનું સોમનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, મચ્છનગર ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ફ્રુટ તથા બીલીનો શણગાર, જંગલદર્શન, લમ્પીગ્રસ્ત ગાયોના દર્શન સહિતના આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેનો શિવભકતોએ મોડી રાત્રિ સુધી લાભ લીધો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular