સ્ક્વિડ ગેમ સીઝન 3 માટે પ્રેક્ષકો ઉત્સુક
સ્ક્વિડ ગેમ સીઝન 3ની પ્રેક્ષકો બેસબરીથી રાહ જોઈ રહ્યા છે. હવે અંતે નેટફ્લિક્સે આ મોસ્ટ અવેઈટેડ વેબ સીરિઝની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ શો વર્ષ 2025માં દર્શકો માટે સ્ટ્રીમ થવા માટે તૈયાર છે.
કઈ હશે રિલીઝ ડેટ?
નેટફ્લિક્સના ચીફ કન્ટેન્ટ ઓફિસર બેલા બાજારીયા દ્વારા જાહેર કરાયું છે કે આ ખુબ જ લોકપ્રિય શો 27 જૂન 2025થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે “700 મિલિયનથી વધુ લોકોને આ શો જોવાનો અનુભવ મળ્યો છે. અમે માત્ર એક શો પર આધારિત ન રહી શકીએ. ટેલીવિઝન સીરિઝથી લઈને ફિલ્મો અને ગેમ સુધી દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા લાવવી એ અમારી જવાબદારી છે.”
Prepare for the final game. Here’s your first look at Squid Game Season 3 photos, premiering June 27. #NextOnNetflix pic.twitter.com/3j8yUaOccK
— Squid Game (@squidgame) January 30, 2025
ડાયરેક્ટર હ્વાંગ ડોંગ–હ્યુકની ખાસ જાહેરાત
સ્ક્વિડ ગેમના ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર હ્વાંગ ડોંગ-હ્યુકે અગાઉ જ એક નિવેદન બહાર પાડ્યું હતું. તે નિવેદનમાં તેમણે કહ્યું હતું કે “મારે સીઝન 2ની તારીખ અને સીઝન 3 વિશેની મહત્વની માહિતી શેર કરવા માટે આ પત્ર લખવાનું ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. ગિ-હુન અને ફ્રન્ટ મેન વચ્ચેનો સંઘર્ષ સીઝન 3માં તેના અંત સુધી જશે.”
નવું પોસ્ટર અને થ્રિલિંગ ટીઝર
Netflix એ સીઝન 3 માટે એક ડરાવનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. તેમાં લખાયું છે: “ફાઇનલ ગેમ માટે તૈયાર થાઓ.” આ આર્ટવર્ક વધુ ઊંડા અને ભયજનક ફિનાલીની ઝાંખી આપે છે. પોસ્ટરમાં યંગ-હી અને તેના સાથી ચોલ-સુની શેડોઝ જોવા મળે છે, જે પ્રથમ વખત સીઝન 2ના પોસ્ટ-ક્રેડિટ સીનમાં દેખાયા હતા.
View this post on Instagram
સ્ક્વિડ ગેમ 3ની સ્ટોરી કેવી રહેશે?
હ્વાંગના પત્ર અનુસાર, સ્ક્વિડ ગેમ સીઝન 3 સીઝન 2 પછીની વાર્તા આગળ લઈ જશે. ગિ-હુન દ્વારા સંપૂર્ણ ગેમ સિસ્ટમને પડકાર આપવાની કસમ અને એક મજબૂત કોમ્પિટિટર તરીકે ફ્રન્ટ મેનની સ્થિતિ વિશે સંકેત આપવામાં આવ્યો છે.
હ્વાંગએ વધુમાં લખ્યું કે “અમે જે બીજ સીઝન 1માં વાવ્યાં હતા તે હવે આ સ્ટોરીના અંત સુધી ફૂલવા તૈયાર છે. અમે આખરી સીઝનને ખૂબ જ રસપ્રદ બનાવવાની કોશિશ કરીશું.”
2025માં આ શો પણ હશે સ્ટ્રીમ
સ્ક્વિડ ગેમ સીઝન 3 સિવાય નેટફ્લિક્સે 2025માં ઘણી મોટી સીરિઝની પણ જાહેરાત કરી છે. જેમાં ‘સ્ટ્રેન્જર થિંગ્સ 5’ અને ‘વેડનસ્ડે’ ટોચના શોમાં સામેલ છે.