બર્મિંધમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત પહે લા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર દોડવીર ધનલક્ષ્મીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે ભારતીય એથ્લેટિક ટીમ 4*100 મીટર રિલેમાં મેડલ જીતે તેવી શક્યતાઓ અત્યંત ઓછી થઈ ગઈ છે. ધનલક્ષ્મીએ ગયા વર્ષે 100 મીટરની દોડમાં દુતી ચંદને હરાવીને ધૂમ મચાવી હતી. આ સિવાય ધનલક્ષ્મીએ ગયા મહિને 200 મીટરમાં હિમા દાસને પણ હરાવી છે.
મળતી માહિતી અનુસાર, AIU દ્વારા ડોપ ટેસ્ટ માટે ધનલક્ષ્મીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ધનલક્ષ્મીના સેમ્પલમાં સ્ટેરોઈડ મળી આવ્યા છે.
આ કારણે ધનલક્ષ્મી પર હાલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. આ સિવાય ધનલક્ષ્મી પર યુગેનમાં ચાલી રહે લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કેટેગરીમાં પણ ભાગ લેવાનો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ નહી લે ધનલક્ષ્મીએ ગયા વષે ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. 400 મીટર રિલે રેસમાં ધનલક્ષ્મી હિમા દાસ અને દુતી ચંદની સાથે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનલક્ષ્મી વ95 ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થઈ નથી. એવો દાવો કરવામાં આવી રલો છે કે ચેમ્પિુયદનશિપના આયોજકોએ ધનલક્ષ્મીનું નામ હટાવી દીધું છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવવાના કારણે ધનલક્ષ્મીને વલ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી.