Saturday, December 6, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છજૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો

જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ બંને ટ્રેનો 23 નવેમ્બર થી 27 નવેમ્બર દરમિયાન દોડશે. (1) પ્રથમ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 06:00 કલાકે ઉપડી જૂનાગઢ સવારે 8:30 કલાકે પહોંચશે. રિટર્ન માં આ ટ્રેન જૂનાગઢથી સવારે 09:50 કલાકે ઉપડશે અને બપોરે 12:30 કલાકે રાજકોટ પહોંચશે. (2) બીજી રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સાંજે 16:05 કલાકે ઉપડી જૂનાગઢ સાંજે 18:35 કલાકે પહોંચશે. રિટર્ન માં આ ટ્રેન જૂનાગઢથી સાંજે 19:30 કલાકે ઉપડશે અને રાત્રે 22:40 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, કોઠારિયા, રીબાડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular