Tuesday, June 18, 2024
Homeરાજ્યજામનગરજામનગર-વડોદરા વચ્ચે સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ થશે

જામનગર-વડોદરા વચ્ચે સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ થશે

1લી માર્ચથી ટ્રેન દોડશે: જામનગરથી સવારે 4:45 વાગ્યે ઉપડશે : ટ્રેન સંપૂર્ણપણે રીઝર્વેશન સાથેની રહેશે

- Advertisement -

રેલવે દ્વારા લોકોની સુવિધાને ધ્યાને લઇ આગામી તા.1 માર્ચથી જામનગર-વડોદરા ઇન્ટરસીટી એકસપ્રેસ શરૂ કરવા નિર્ણય કરાયો છે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે.

- Advertisement -

ટ્રેન નં.02960 જામનગર-વડોદરા સપ્તાહમાં રવિવાર અને બુધવાર સિવાય દરરોજ સવારે 4:45 વાગ્યે જામનગરથી ઉપડશે અને 12:30 વાગ્યે વડોદરા પહોંચશે. આ જ રીતે પરતમાં ટ્રેન નં.02959 વડોદરા-જામનગર ટ્રેન સપ્તાહમાં રવિવાર અને બુધવાર સિવાય દરરોજ બપોરે 3:50 વાગ્યે વડોદરાથી ઉપડશે અને રાત્રે 11:35 વાગ્યે જામનગર પહોંચશે. આ ટ્રેન હાપા-રાજકોટ-વાંકાનેર-થાન-સુરેન્દ્રનગર-વિરમગામ-અમદાવાદ સહિતના સ્ટેશનો પર સ્ટોપ કરશે. તા.1 માર્ચથી આ ટ્રેન આગામી સુચના ન આવે ત્યાં સુધી દોડશે. ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular