જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસેખ ડેલુના અધ્યક્ષસ્થાને વ્યાજખોરીનું દુષણ ડામવા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો ઉપસ્થિત રહી સમસ્યા વર્ણવી હતી.
રાજ્યમાં વ્યાજખોરો સામે કડક પગલાંની ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આજરોજ ધન્વન્તરિ ઓડીટોરિયમ હોલ ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો ઉપસ્થિત રહી પોતાની રજૂઆત જિલ્લા પોલીસવડા સમક્ષ કરી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષસ્થામાં યોજાયેલ આ જનસભામાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વરૂણ વસાવા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.