Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇ એસ.પી. પ્રેમસુખ ડેલુ અને મ્યુ....

Video : જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇ એસ.પી. પ્રેમસુખ ડેલુ અને મ્યુ. કમિશનર વિજય ખરાડી મેદાને

ઢોર માલીકોને નોટીસ અપાઇ

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષોથી અબોલ પશુઓની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. જામનગરના માર્ગો પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની છે.

- Advertisement -

અકસ્માતોની ઘટનાઓ છતાં આ ગંભીર પરિસ્થિતિનું કાયમી ધોરણે નિકાલ લાવવામાં તંત્ર વામણુ સાબીત થાય છે. ત્યારે આજરોજ રખડતાં ઢોરની સમસ્યાને લઇ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી મેદાને ઉતર્યા હતાં. જામનગર શહેરનાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળી, ભરવાડ પા સહિતના વિસ્તારોમાં પોલીસવડા અને મ્યુ.કમિશનર પહોંચ્યા હતાં અને પશુપાલકોના કડક ચેતવણી આપી હતી. સ્થળ ઉપર જ નોટીસ અપાઇ હતી. પોલીસવડા અને કમિશનર દ્વારા પશુપાલકોને અલટી મેટમ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો પરથી રખડતાં ઢોરના અંડીગા દુર થાય છે કે નહી તે જોવું રહ્યું…!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular