જામનગર તાલુકાના સીક્કા ટીપીએસ કોલોનીમાં રહેતી યુવતીની માતાને તેણીના જ પતિ દ્વારા ફોન કરી અપશબ્દો કહ્યા હતાં. જે સંદર્ભે યુવતી અને તેની માતા ફરિયાદ કરવા જતા હતાં ત્યારે પતિએ પત્ની અને સાસુને અપશબ્દો બોલી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ટીપીએસ કોલોની કવાર્ટર નં.301/1 માં રહેતા અશ્ર્વિનીબા પરમાર નામની યુવતીની માતાને તેણીના પતિ અને નાઘેડીમાં રહેતા કુલદિપસિંહ નટુભા પરમાર દ્વારા ફોન પર અપશબ્દો કહ્યા હતાં. જે બાબતે અશ્ર્વિનીબા અને તેની માતા કુલદિપસિંહ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં હતાં તે દરમિયાન શુક્રવારે સવારના સમયે કુલદિપસિંહએ પત્ની અશ્ર્વિનીબા અને તેના સાસુ સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતીએ તેણીના પતિ કુલદિપસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.