જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વાલ્મીકીવાસમાં રહેતો યુવક દારૂ પી ને આવતા તેની માતા દ્વારા અપાયેલા ઠપકાનું લાગી આવતાં તેના ઘરે ગળાફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વાલ્મીકીવાસમાં રહેતો રોહિતભાઈ સામજીભાઇ મકવાણા (ઉ.વ. 20) નામનો યુવક દારૂ પી ને ઘરે આવતાતેની માતા એ ઠપકો આપ્યો હતો. જેનું તેને મનમાં લાગી આવતા તેના ઘરે પંખામાં ચુંદડીના દુપટ્ટા વડે ગળાફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે સેવાક્ભાઈ મકવાણા દ્વારા જાણ કરતાં હે.કો. પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.