Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતફાયર ઓફિસરની ભરતીમાં કોઇકે, કશુંક ‘ગોઠવી’ લીધું!!

ફાયર ઓફિસરની ભરતીમાં કોઇકે, કશુંક ‘ગોઠવી’ લીધું!!

ફાયર ઓફિસરની પોસ્ટ શરૂ કરી પણ, સરકારે ભરતી જ નથી કરી

- Advertisement -

રાજય ફાયર સર્વિસિસની આસીસ્ટન્ટ ડાયરેકટર તથા રિજિયોનલ ફાયર ઓફીસરની સાત જગ્યા માટે આજે સોમવારે ઈન્ટરવ્યૂ પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે.આ ભરતી પ્રક્રીયાને લઈ રાજય ફાયર વિભાગમાં હોબાળો મચી ગયો છે.જે ઉમેદવારો પંદર કે તેથી વધુ વર્ષનો ફાયર સર્વિસનો અનુભવ ધરાવે છે તેમને રિજેકટ કરી બિનઅનુભવીને ઈન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવતા રાજયના તમામ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી પ્રક્રીયાને લઈ હોબાળો મચી જવા પામ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ અંગે મળતી માહીતી મુજબ,જી.પી.એસ.સી.દ્વારા વર્ગ-1ની આસીસ્ટન્ટ ડાયરેકટર અને રિજિયોનલ ફાયર ઓફીસરની જગ્યાઓ માટે ડીસેમ્બર-2020માં પરીક્ષા લેવાઈ હતી.પરીક્ષા બાદ સોમવારે દસ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.દરમિયાન અમદાવાદ સહીત રાજયના અન્ય મહાનગરના ફાયર વિભાગમાં વર્ષોથી ફરજ બજાવી રહેલા ફાયરના અધિકારીઓને ડીવિઝનલ ફાયર ઓફીસર કોર્સ સાથેનો અનુભવ શબ્દ પ્રયોગ કરવામાં આવતા ઈન્ટરવ્યૂ પ્રક્રીયા પહેલા જ રીજેકટ કરી દેવામાં આવતા મોટાભાગના અનુભવ ધરાવતા અધિકારીઓ આ જગ્યાની હોડમાંથી બહારકરી દેવામાં આવ્યા છે.

ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,જે ઉમેદવારોને રેગ્યુલર ફાયર સર્વિસનો એક પણ વર્ષનો અનુભવ નથી. એવા ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા છે.કેન્દ્રના ગૃહ મંત્રાલયની સીધી દેખરેખ હેઠળ ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજનો છેદ ઉડાડી દઈ મૌખિક ઈન્ટરવ્યૂ માટે ખાનગી સંસ્થાઓ સાથે જોડાયેલાઓને બોલાવવામાં આવતા વિવિધ રાજયોના ફાયર ઓફીસર એસોશિએશન તથા નેશનલ ફાયર ઓફીસર એસોસિએશન દ્વારા પણ આ ભરતી પ્રક્રીયા સામે ઉગ્ર પ્રતિક્રીયા આપી હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular