Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતરાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનમાં સ્થિત કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામ ના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, 15.02.2023 અને 22.02.2023ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 19.02.2023ના રોજ પુરીથી ઉપડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રુટ વાયા નાગપુર-રાયપુર-તિતિલાગઢ-રાયગઢ-વિજયાનગરમ થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલહારશાહ, સિરપુરકાગઝનગર, મંચિર્યાલ, રામાગુંડમ, વારંગલ, વિજયવાડા, એલુરૂ, રાજમદ્રી, સમલકોટ, અનાકાપલ્લે અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારો ને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે https://enquiry.indianrail.gov.in/ ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular