જામનગર તાલુકાના સીક્કામાંથી એસઓજીની ટીમે રેઇડ દરમિયાન વધુ એક બોગસ તબીબને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં નાજ સિનેમા પાસે બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફે રેઈડ દરમિયાન એઝાજ ઈબ્રાહિમ સંઘાર (રહે. વાડીનાર) નામના બોગસ તબીબને કોઇપણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા દવાઓ અને સાધનો સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.