Friday, December 5, 2025
Homeરાજ્યહાલારડિગ્રી વગરના ડોકટરને ઝડપી લેતી એસઓજી

ડિગ્રી વગરના ડોકટરને ઝડપી લેતી એસઓજી

મેડીકલ સારવારના સાધનો અને દવાઓ સહિત કુલ રૂા.38644નો મુદામાલ કબ્જે

જામનગર એસઓજી પોલીસે કાલાવડમાંથી ડીગ્રી વગરના ડોકટરને ઝડપી લઇ રૂા.38644નો મેડીકલ સારવારના સાધનો સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ પીડબલ્યુડી સર્કલ પાસે દિપકકુમાર નામનો શખ્સ જનની પ્રસૃતિ ગૃહ એન્ડ નર્સીગ ગાયનેક ચલાવે છે તેવી એસઓજીના હે.કો. દિનેશભાઇ સાગઠીયા તથા પો.કો. નવલભાઇ આસાણીને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીની સુચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા એસઓજી સ્ટાફ દ્વારા કાલાવડ તાલુકા હેલ્થ ઓફીસર અલ્તાફ વસનાણી તથા કાલાવડ ટાઉન હે.કો. વનરાજભાઇ જાપડીયાને સાથે રાખી રેઇડ દરમિયાન દવાખાને સંજય હિરા વાઘેલા મળી આવતા તેને ઝડપી લઇ રૂા.38644ની કિંમતનો મેડીકલ સારવારના સાધનો તથા દવાઓ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. એસઓજી પોલીસે સંજય હિરા વાઘેલા તથા દિપકકુમાર ખીમજી સુદરવા નામના બે શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular