લાલપુર તાલુકાના ચેલા પડાણા માર્ગ પર આવેલી એલસી-8 ના ગેઈટ સામે પતરા કોલોનીમાં બોગસ ડોકટર તરીકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખસને એસઓજીની ટીમે દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના એલસી-8 ના ગેઈટ સામે પતરા કોલોનીમાં બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની એસઓજીના બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, તૌસિફ તાયાણીને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ એલ.એમ. ઝેર, તથા સ્ટાફે રેઈડ દરમિયાન મચ્છુ માલધારી હોટલની સામેથી બોગસ તબીબ ક્રિષ્ના સીરીઝ દેવુરી (રહે. ગોવિંદનગર, પશ્ર્ચિમબંગાળ) નામના શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ તેની પાસેથી જુદા જુદા પ્રકારની દવાઓ અને ઈજેકશન સહિત બીપી માપવાનું મશીન સહિત કુલ રૂા.3378 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.