Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારમેઘપરમાંથી વધુ એક બોગસ તબીબને ઝડપી લેતુ એસઓજી

મેઘપરમાંથી વધુ એક બોગસ તબીબને ઝડપી લેતુ એસઓજી

અવાર-નવાર જિલ્લામાંથી ઝડપાઇ છે બોગસ તબીબો : પોલીસે રૂા.4570 નો મુદ્ામાલ કબ્જે કર્યો

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર ગામમાંથી એસઓજીની ટીમે ડિગ્રી વગરના બોગસ ડોકટરને ઝડપી લઇ તેની પાસેથી રૂા.4547 નો સામાન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લામાં આમ તો અનેક ગામોમાંથી બોગસ તબીબ સમયાંતરે ઝડપાતા હોય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા શખ્સો સામે ગુનો નોંધ્યા બાદ થોડા સમય પછી છૂટી જતા હોય છે. છૂટી ગયા બાદ બીજે કયાંક આ રીતે દવાખાનું ખોલી નાખતા હોય છે ત્યારે મેઘપર ગામમાં પતરા માર્કેટમાં બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની એસઓજીના દિનેશ સાગઠીયા, હર્ષદ ડોરીયા તથા તોસિફ તાયાણીને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એમ.એલ. ઝેર, તેમજ સ્ટાફે રેઈડ દરમિયાન ડિગ્રી વગરના મનજીત શ્યામપદ હલદાર નામના શખ્સને ઝડપી લઇ આ શખ્સ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી દવાખાનું ખોલ્યુ હતું. એસઓજીની ટીમે અવીજીત પાસેથી જુદી જુદી કંપનીના બાટલાઓ, દવાઓ, ઈન્જેકશન, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતનો રૂા.4547 ની કિંમનો સામાન કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular