Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅપહરણના કેસમાં છ વર્ષથી ફરાર આરોપી તથા ભોગ બનનારને ઝડપી લેતુ એસઓજી

અપહરણના કેસમાં છ વર્ષથી ફરાર આરોપી તથા ભોગ બનનારને ઝડપી લેતુ એસઓજી

- Advertisement -

જોડિયા પોલીસ સ્ટેશનના અપહરણના કેસમાં છેલ્લાં છ વર્ષથી ફરાર આરોપી તથા ભોગ બનનારને જામનગર એસઓજીએ અમરેલી જિલ્લાના ઢસા ગામેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી સુકરામ દિત્યા ભાભોર છેલ્લાં છ વર્ષથી નાસતો ફરતો આ દરમિયાન હાલમાં અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના ઢસા ગામના લખમણભાઈ પટેલની વાડીમાં હોવાની એસઓજીના અરજણભાઈ કોડીયાતર, રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા અમરેલી જિલ્લાના ઢસા ગામેથી આરોપી સુકરામ દિત્યા ભાભોર તથા ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જોડિયા પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular