આજે પહેલી ફેબ્રુઆરીએ સવારે સુપ્રિમ કોર્ટમાં ફેક ન્યૂઝને અંકુશમાં લેવા માટે સોશ્યલ મિડીયાને નિયંત્રિત કરવા કાયદાને મર્યાદામાં લાવવા માટે જાહેરહિતની એક અરજીની સુનાવણી યોજવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે ટવીટ્ર અને ફેસબુક જેવા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મને નિયત્રણમાં રાખવા કાયદા બનાવવા માટેની અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને નોટિસ મોકલી જવાબ મંગાવ્યો છે.
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્ના તથા ન્યાયમૂર્તિ રામસુબ્રમણ્યમની બેંચે કેન્દ્ર સરકાર તથા અન્યોને આ અરજી સંબંધે નોટિસ મોકલાવી છે. આ અરજીને અન્ય એક અગાઉની અરજી સાથે કલબ કરવામાં આવી હતી. અગાઉની અરજીમાં મિડીયા, ચેનલો અને નેટવર્કની વિરૂધ્ધની ફરીયાદો પર નિર્ણય લેવાં માટે મિડીયા જયૂરિડિકશન બનાવવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, સોશ્યલ મિડીયાના માધ્યમથી નફરત ફેલાવતી સામગ્રીઓ તથા ફેકન્યુઝની સાથે સંકળાયેલા લોકો વિરૂધ્ધ કામ ચલાવવા માટે કાયદો બનાવવો જોઇએ. એવો નિર્દેશ સુપ્રિમકોર્ટ સરકારને આપે.
આ માટે એક સમિતિનું ગઠન કરવું જોઇએ. કારણ કે, સોશ્યલ મિડીયાનો વ્યાપક પ્રમાણમાં દુરુપયોગ થઇ રહ્યો છે. એવું આ અરજીમાં જણાવવમાં આવ્યું છે.