Tuesday, March 19, 2024
Homeરાષ્ટ્રીયસોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ નવી ગાઈડલાઈન્સ જાહેર

સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ નવી ગાઈડલાઈન્સ જાહેર

- Advertisement -

કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા અને ઓવર ધ ટોપ(OTT) પ્લેટફોર્મ્સ માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયાના એબ્યૂઝ અને મિસયુઝ વિરુદ્ધ યુઝર્સને તેમની ફરિયાદોના સમય સીમા અંતર્ગત નિરાકરણ માટે એક ફોરમ મળવું જોઈએ. એ માટે કંપનીઓએ એક વ્યવસ્થા બનાવવી જોઈએ.

- Advertisement -

સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદો સાંભળવા માટે એક અધિકારી રાખવો જોઈએ અને તેનું નામ પણ જાહેર કરવું જોઈએ. આ અધિકારીએ 15 દિવસની અંદર ફરિયાદ દૂર કરવાની રહેશે. જો ફરિયાદ ન્યૂડિટીના મુદ્દે હોય તો 24 કલાકની અંદર જ તેની સાથે જોડાયેલી કન્ટેન્ટ હટાવવી જોઈએ. જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટ હટાવો છો તો એ માટે તમારે પૂરતાં કારણો આપવાં પડશે. ખોટી કન્ટેન્ટ પહેલી વખત કોણે નાખી છે એ પણ જણાવવું પડશે. સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે OTT અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલ વિશે કહ્યું છે કે, તેમના ત્યાં પોતાને નિયંત્રિત કરવાની વ્યવસ્થા છે. જે રીતે ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે તેવી જ રીતે વ્યવસ્થા OTT માટે પણ કરવામાં આવે. તેના પર દર્શાવવામાં આવતી કન્ટેન્ટ ઉંમર પ્રમાણેની હોવી જોઈએ.

તમામ સોશિયલ મીડિયા સાઈટસે ફરિયાદો પર ધ્યાન આપવા મિકેનિઝમ બનાવવુ પડશે.24 કલાકમાં ફરિયાદ થશે અને 14 દિવસમાં તેનુ નિરાકરણ લાવવુ પડશે.

- Advertisement -

યુઝર્સના અને ખાસ કરીને મહિલાઓના સન્માન અંગે ફરિયાદ થઈ તો 24 કલાકમાં આવુ કન્ટેન્ટ હટાવવુ પડશે. સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા સાઈટસે ચીફ કોમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂંક કરવી પડશે અને તે ભારતીય હશે. નોડલ ઓફિસરની નિમણૂંક કરવી પડશે, જે 24 કલાક કાયદાકીય એજન્સીઓના સંપર્કમાં રહેશે. મન્થલી કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કરવા પડશે. સોશિયલ મીડિયાનો દુરપયોગ જેણે કર્યો હશે તેનુ નામ જાહેર કરવુ પડશે. ભારતમાં દરેક સોશિયલ મીડિયા કંપનીનુ એક એડ્રેસ હોવુ જોઈએ. સોશિયલ મીડિયા માટે આજથી નિયમ લાગુ થશે જ્યારે સિગ્નફિકંડ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરીને ત્રણ મહિનાનો સમય અપાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular