Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન યોજાયું

જામનગર બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન યોજાયું

- Advertisement -

નૂતન વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે જામનગર બાર એસોસિએશન દ્વારા નૂતન વર્ષનું શુભેચ્છા સ્નેહ મિલન યોજાયું હતું. આજરોજ સવારે જામનગરના લાલ બંગલા નજીક કોર્ટ કચેરી પાસે આવેલ જામનગર બાર એસો.ના હોલમાં જામનગરના વકીલો તથા ન્યાયાધિશો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરના સરકારી વકીલ જમનભાઇ ભંડેરી દ્વારા વકીલો તથા ન્યાયાધિશો માટે આઇસ્ક્રીમ પાર્ટી રાખવામાં આવી હતી. આ તકે જામનગર બાર એસો.ના પ્રેસિડેન્ટ ભરતભાઇ સુવા, વા. પ્રેસિડેન્ટ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી, ગુજરાત બાર એસો.ના મનોજભાઇ અનડકટ સહિતના હોદ્ેદારો તેમજ વકીલો તથા બાર એસો.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular