Sunday, December 22, 2024
Homeરાજ્યલાલપુરમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો માલમત્તા ચોરી ગયા

લાલપુરમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો માલમત્તા ચોરી ગયા

40 હજારની રોકડ અને દાગીના સહિત 87 હજારની માલમત્તા તસ્કર ઉઠાવી ગયા: બારીની ગ્રીલ તોડી ચોરી: પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુર ગામમાં સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા પટેલ વૃધ્ધના મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ કબાટમાં રાખેલી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂા.87 હજારની માલમત્તાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

ચોરીના બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં આવેલી સરદાર પાર્ક સોસાયટી નજીક રહેતા અને ખેતી કરતા રતીભાઇ આણંદભાઇ ચોપડા નામના પટેલ વૃધ્ધ ખેડૂતના મકાનમાં ગત શુક્રવારે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની ઓસરીમાં આવેલી બારીની લોખંડની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રહેલા કબાટમાંથી રૂા.40 હજાર રોકડા તેમજ રૂા.25 હજારની કિંમતનો સોનાનો 10 ગ્રામનો ચેન તથા એક સોનાનુ પેન્ડલ તેમજ રૂા.22 હજારની કિંમતના નવ ગ્રામ સોનાના બે નંગ સોનાના બુટિયા મળીને રૂા.87 હજારની માલમત્તા ચોરી કરી ગયા હતાં. બાદમાં મકાન માલિક દ્વારા જાણ કરાતા પીઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular