જામનગર તાલુકાના વંથલી ગામમાં જૈન દેરાસરની બાજુમાં રહેતા દરજી યુવાનના મકાનમાં પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે પાછળથી તસ્કરોએ ત્રાટકીને રૂમમાં રહેલા લોખંડના કબાટ કોઇ સાધન વડે ખોલીને જુદાં જુદાં બે ડબામાં રાખેલી રૂા.2,05,000 ની રોકડ રકમ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વંથલી ગામમાં આવેલા જૈન દેરાસરની બાજુમાં રહેતાં કલ્પેશ શશીકાંતભાઈ ટંકારિયા નામનો દરજી યુવાન તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગે ગયો હતો તે દરમિયાન ગત્ તા.8 થી 10 સુધીના સવારના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રહેલા લોખંડના કબાટનો દરવાજો કોઇ હથિયાર વડે બળપૂર્વક ખોલી અને કબાટમાં રાખેલા બે જુદા જુદા ડબ્બાઓમાંથી રૂા.2,05,000 ની રોકડ રકમ ચોરી કરી નાશી ગયા હતાં. બાદમાં આ અંગેની જાણ થતા કલ્પેશભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે ઈન્ચાર્જ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.