Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજામનગર શહેરમાં વૃદ્ધાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

જામનગર શહેરમાં વૃદ્ધાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

રૂમના કબાટમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી : સ્ટેમ્પ કલેક્શન અને જૂનવાણી સિક્કાઓ પણ ઉસેડી ગયા : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

જામનગર શહેરમાં હવાઇચોક, સત્યનારાયણ મંદિરની સામેની શેરીમાં આવેલા બંધ મકાનમાં તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી, અંદર પ્રવેશ કરી રૂા. 35 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની માલમત્તા ચોરી કરી ગયા હતા.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 4/1માં ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતાં પ્રવીણાબેન સુધિરકુમાર ગુસાણી નામના વૃદ્ધાનું હવાઇચોક, સત્યનારાયણ મંદિર સામેની હાથી શેરીમાં ‘શ્રી કૃષ્ણ ભૂવન’ નામનું મકાન બંધ હાલતમાં રહેલું છે. આ બંધ મકાનાં ગત્ તા. 21 થી 23 સુધીના સમયગાળા દરમ્યાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા. દરવાજાના નકૂચા તોડી, અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટમાં રાખેલી સુટકેશમાંથી સોના-ચાંદીના મોતીના સેટ, કાનમાં પહેરવાની બે ગ્રામની સોનાની બુટી ચાર નંગ, બે ગ્રામ સોનાના મંગળસૂત્ર બે જોડી, સોનાની બે ગ્રામની ચશ્માની ફ્રેમ તથા જૂના ચલણના ચાંદીના નાના-મોટા સિક્કાઓ અને જૂની નોટોના બંડલ તેમજ ત્રાંબાના જૂના સિક્કાઓ અને સ્ટેમ્પ કલેકશનની ટિકીટો સહિતની કુલ રૂા. 35 હજારની કિંમતની માલમત્તા ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ ચોરીના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એમ. કે. બ્લોચ તથા સ્ટાફએ અજાણ્યા તસ્કર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular