Friday, December 5, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો

કલ્યાણપુરમાં રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો

દાગીના, રોકડ સહિત રૂ. 1.10 લાખની ચોરી

કલ્યાણપુર તાલુકામાં રહેણાંક મકાનમાં તસ્કરો તાળુ તોડી પ્રવેશ કરી દાગીના, રોકડ સહિત રૂા. 1.10 લાખનો માલસામાન ઉસેડી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ કલ્યાણપુરમાં આવેલા સતવારા પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના વૃદ્ધના રહેણાંક મકાનમાં ગત તા. 13 સપ્ટેમ્બરથી તા. 23 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ ડેલીનું તાળું તોડી અને પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ રસોડા વાટે રૂમમાં પ્રવેશી અને આ રૂમમાં રહેલા લોખંડના કબાટની તિજોરી તોડી નાખી હતી. આ તિજોરીમાં રાખવામાં આવેલી આશરે એક તોલા વજનની સોનાની ત્રણ નંગ વીંટી તેમજ બે તોલા સોનાનો તૂટેલો ચેન ઉપરાંત અન્ય નાની-મોટી ચીજ વસ્તુઓ મળી આશરે સાડા ત્રણ તોલાના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણમાં કુલ રૂપિયા 1,05,000ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂ. 5,000ની રોકડ રકમ મળી, કુલ રૂપિયા 1,10,000ની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે પ્રકાશભાઈ જોધપુરાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular