મીઠાપુરના ગોડાઉન એરિયામાં આવેલા ટાટા કંપનીના ટ્રક પાર્કિંગના ખુલ્લા વાળામાં આરંભડાના રહીશ રાહુલ સત્યવીર શર્મા નામના 30 વર્ષીય ટ્રાન્સપોર્ટના ધંધાર્થી એવા યુવાને પોતાનો જીજે-10-ઝેડ-7734 નંબરનો ટ્રક પાર્કિંગ કરીને રાખ્યો હતો.
નવ લાખની કિંમતનો ઉપરોક્ત ટ્રક ગત તારીખ 14મીના રોજ રાત્રીના સમયે ત્રણ કલાકના સમયગાળામાં કોઇ તસ્કરો ચોરી કરીને લઇ જતા આ બનાવ અંગે રાહુલભાઈ શર્માની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.