ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં શફીઢોરો વિસ્તારમાં રાખવામાં આવેલી કેટલીક માછીમારી બોટોમાંથી રૂ. 80 હજારથી વધુની કિંમતના 230 ફુટ જેટલા સ્ટાર્ટર કેબલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ અંગે સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. વી. એ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વિપુલભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે સલાયાના ઈરફાન ઉર્ફે છીણી ઉમરભાઈ ભાયાને ઝડપી લઇ રૂપિયા 74,200ની કિંમતનો 212 મીટર સ્ટાર્ટર કેબલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં સલાયાના પી.આઈ. વી.એ. રાણા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા અને વિપુલભાઈ ડાંગર વગેરે જોડાયા હતાં.


