Friday, December 5, 2025
Homeરાજ્યહાલારધ્રોલ અને કાલાવડમાંથી ચોરેલા બે બાઇક સાથે તસ્કર ઝબ્બે

ધ્રોલ અને કાલાવડમાંથી ચોરેલા બે બાઇક સાથે તસ્કર ઝબ્બે

ધ્રોલથી જામનગર તરફના માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે તસ્કર પસાર થવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે ચોરાઉ બાઇક સાથે મઘ્યપ્રદેશના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ ધ્રોલથી જામનગર તરફના ધોરીમાર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે શખ્સ પસાર થવાની હે.કો. રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઇ ગમારાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી (ગ્રામ્ય) ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ. વી. રાઠોડ, હે.કો. રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, જતીનભાઇ ગોગરા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઇ ગમારા, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધ્રોલથી જામનગર તરફના ધોરીમાર્ગ પર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો બાઇક સવાર પસાર થતાં પોલીસે જીજે10-ડીએમ-7832 નંબરના બાઇકચાલક નાનકો ઉર્ફે દીપક રેમસીંગ બામણિયા (રહે. ઇન્દરસીંગ ચોકી, જિલ્લો અલીરાજપુર, મઘ્યપ્રદેશ) નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતાં બાઇક સગાડિયા ગામમાંથી ચાર દિવસ અગાઉ ચોરી કર્યાની કેફિયત આપી હતી.

જેના આધારે પોલીસે નાનકા ઉર્ફે દીપકની વધુ પૂછપરછ કરતાં કાલાવડના રણુંજાના મંદિર સામેથી બે સપ્તાહ પૂર્વે રૂા. 35 હજારની કિંમતનું જીજે10-બીએલ-2835 નંબરનું બાઇક ચોરી કર્યું હોય અને ચોરાઉ બાઇક ધ્રોલ માર્કેટીંગ યાર્ડ પાછળ નદીના કાંઠે બાવળની ઝાળીઓમાં સંતાડયું હોવાની કબૂલાત આપતા પોલીસે બે ચોરાઉ બાઇક કબ્જે કરી બાઇકચોરીનો ભેદ ઉકલેવામાં સફળતા મળી હતી. તસ્કર બાઇકચાલક બાઇકની ચાવી ભૂલી ગયા હોય તેવી બાઇક ચોરી કરતો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular