જામનગર શહેરનાં બેડીના આઝાદ ચોક વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામી અથડામણમાં લાકડાના ધોકા કરાયેલા હુમલામાં છ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવમાં બન્ને પક્ષની સામ-સામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરનાં બેડીમાં આઝાદ ચોક વિસ્તારમાં રવિવારે બપોરના સમયે અકબર નુરમામદ છેર નામના ટ્રક ચલાવતા યુવાન ઉપર ઈકબાલ સરેચા, અબ્બાસ સરેચા અને નિયાઝ સરેચા સહિતના શખ્સોએ કોઇકારણસર લાકડાના ધોકા વડે હુમલો અકબરને બચાવવા પડેલા અસગર ઉપર પણ હુમલો કર્યો હતો તેમજ ઝિનતબેન પર લાકડાના ધોકા વડે હુમલો કરતા ઈજા પહોંચી હતી. જ્યારે સામા પક્ષે હનિફ ઈબ્રાહિમ છેર, કાદર હનિફ અને અકબર નુરમામદ છેર નામના ત્રણ શખ્સોએ વળતો હુમલ કરતાં ઈકબાલ સરેચા, નિયાઝ અને ગુલાબહુશેન નામના ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બન્ને પક્ષદ્વારા કરાયેલા લાકડાના ધોકા વડે કરાયેલા હુમલામાં છ વ્યકિતઓને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવની જાણ થતા હેકો એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ અકબર છેરના નિવેદનના આધારે અને સામાપક્ષે ઈકબાલ સરેચાના નિવેદનના આધારે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના બેડીમાં બે જૂથ વચ્ચે અથડામણમાં છ ઘવાયા
લાકડાના ધોકા વડે સામસામા હુમલા: મહિલા સહિત છ વ્યકિતને હોસ્પિટલ ખસેડાયા: પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી