લાલપુરના ધરારનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.2060 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના બેડી વિસ્તારમાંથી જાહેરમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.1550 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર ગામમાં ધરારનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન કમલેશ પરબત ગમારા, પરેશ કરશન પરમાર અને યાસીન ઈબ્રાહિમ નામના ત્રણ શખ્સોને તીનપતિ રમતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.2060 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના બેડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહોસીન કાસમ સુંભણિયા, અકબર અનવર ભોકલ, અકબર ઉર્ફે બટેટો ઓસમાણ નંગામણા નામના ત્રણ શખ્સોને બેડી મરીન પોલીસે રેઈડ દરમિયાન રૂા.1550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.