ખંભાળિયા તાલુકાના સોડસલા ગામ નજીકથી થોડા સમય પૂર્વે રૂપિયા 9,900 ની કિંમતનો 110 કિલોગ્રામ 11 કે.વી. વિજ વાયરનો જથ્થો ચોરી થયાનો બનાવ રવિવારે સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ સંદર્ભે સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નજીકના કુબેર વીસોત્રી ગામના પાટીયા પાસેથી છકડો રીક્ષામાં ચોરીનો મુદ્દામાલ લઈને નીકળેલા દેવશી પુના પરમાર અને ધર્મેશ બુધાભાઈ રાઠોડ ને રૂ. 10,350 ની કિંમતના ચોરીના વાયર તેમજ રૂપિયા 50,000 ની કિંમતના છકડા રીક્ષા સાથે અટકાયત કરી, આ અંગેની વધુ કાર્યવાહીમાં સોડસલા ગામના નવદીપ કરસન મકવાણા, ડાયા રણમલ પરમાર, ભાવેશ પાલા પરમાર અને પ્રતાપ આલા પરમાર નામના વધુ ચાર શખ્સોને ઝડપી લઇ, ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખિયા, એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, નગાભાઈ હરદાસભાઈ, દેવેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર અને ભરતસિંહ રણજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.