જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખા દ્વારા મિલકતવેરો ન ભરનાર વધુ છ આસામીઓની મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને હજુ આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય, બાકી મિલકતવેરા ધારકોને વેરો ભરપાઇ કરવા તાકીદ કરવામાં આવ્યું છે.
કમિશનર ડી.એન.મોદીની સૂચના અને આસિ. કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ જામ્યુકો મિલકતવેરા શાખા દ્વારા તા.31-3-2023 સુધીનો મિલકતવેરો ન ભરનાર મિલકતધારકોને નોટિસ આપવામાં આવ્યાં છતાં મિલકતવેરો ન ભરતા મિલકતજપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મીનાબેન સુરેશભાઇ પંડ્યા C/o. ઓપેરા હેર આર્ટ, યાસીન એન્ડ કંપની ભાગીદારી પેઢી, અર્જુનભાઇ પરમાર-રતનબેન અર્જુનભાઇ પરમાર તથા કે.પી.ઇન્ફ્રાસ્ટ્રકચરની કુલ ત્રણ મિલકતો સહિત કુલ છ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.