દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત દ્વારકાધીશજી મંદિરની ખ્યાતિ તથા પ્રસિદ્ધિ સાથે દર્શનનું અનન્ય મહાત્મય છે. દ્વારકામાં આવેલા કાળીયા ઠાકોરના મંદિરે નિયમિત રીતે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો અવાર નવાર નોંધપાત્ર રકમ તથા દાગીના વિગેરે અર્પણ કરી અને શ્રદ્ધા વ્યક્ત કરે છે.
જેમાં રાજકોટના એક રઘુવંશી પરિવારના સદ્ગૃહસ્થ દ્વારા ગઈકાલે તુલસીવિવાહ (અગિયારસ)ના પવિત્ર દિવસે 6,500 ગ્રામ ચાંદીની ભેટ અર્પણ કરવામાં આવી હતી.