Sunday, December 22, 2024
Homeબિઝનેસઓગસ્ટમાં એસઆઇપી ઇન્ફલો રૂા.100 અબજ !

ઓગસ્ટમાં એસઆઇપી ઇન્ફલો રૂા.100 અબજ !

- Advertisement -

મ્યુચ્યુઅલ ફ્ંડ મારફતે ઈક્વિટી રોકાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિના દરમિયાન રિટેલ રોકાણકારોએ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ મારફ્તે બજારમાં કુલ રૂ. 9923 કરોડનું વિક્રમી રોકાણ નોંધાવ્યું હતું. જે જુલાઈ મહિનાના રૂ. 9609 કરોડની સરખામણીમાં 314 કરોડની વૃદ્ધિ દર્શાવે છે. ફ્લોમાં તથા બજારભાવમાં વૃદ્ધિ પાછળ સિપ સ્કીમ્સનું કુલ એયૂએમ પણ ઓગસ્ટમાં રૂ. 5.26 લાખ કરોડની વિક્રમી સપાટી પર જોવા મળ્યું હતું.

માર્કેટમાં છેલ્લાં ત્રણ મહિનાથી જોવા મળી રહેલા તેજીના ટ્રેન્ડ બાદ રિટેલ વર્ગ તરફ્થી બજારમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોકાણમાં વૃદ્ધિ જોવા મળી છે અને કોવિડ અગાઉ કરતાં પણ ઊંચા દરે માર્કેટમાં રિટેલ વર્ગ પ્રવેશી રહ્યો છે. માસિક ધોરણે બજારમાં કરવામાં આવતાં સિપ રોકાણની વાત કરીએ તો જૂન મહિનામાં રૂ. 9156 કરોડના એસઆઈપી ફ્લો સામે જુલાઈમાં રૂ. 453 કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઓગસ્ટમાં વધુ રૂ. 314 કરોડ ઉમેરાયાં હતાં. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં એસઆઈપી ઈનફ્લો રૂ. 8591 કરોડ પર હતો. જે મેમાં રૂ. 229 કરોડની વૃદ્ધિ સાથે રૂ. 8819 કરોડ પર જોવા મળ્યો હતો. ઈનફ્લોમાં વૃદ્ધિ તથા બજારભાવમાં નોંધપાત્ર સુધારાને કારણે એસઆઈપી એયૂએમ ઓગસ્ટમાં રૂ. 5,26,883ના વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. જે જુલાઈ આખરમાં રૂ. 5,03,597 કરોડ પર હતું.

વર્ષની શરૂમાં એપ્રિલમાં તે રૂ. 4,34,742 કરોડ પર હતું. આમ પ્રથમ પાંચ મહિનામાં એયૂએમ રૂ. 92 હજાર કરોડની તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. ઓગસ્ટના અંતે એસઆઈપીનું એયૂએમ કુલ રિટેલ એયૂએમના લગભગ ત્રીજા ભાગનું જોવા મળતું હતું. દેશમાં એમએફ્ ઉદ્યોગનું કુલ એયૂએમ ઓગસ્ટના અંતે રૂ. 36,59,445 કરોડના વિક્રમી સ્તર પર રહ્યું હતું. જેમાંથી રૂ. 17.15 લાખ રિટેલ એયૂએમ હતું. આમ લગભગ 47 ટકા હિસ્સો રિટેલ વર્ગનો હતો. રિટેલ ફેલિઓસની કુલ સંખ્યા 8.95 કરોડ પર પહોંચી હતી. છેલ્લા પાંચ મહિનામાં તેમાં 78 લાખનો ઉમેરો થયો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 18 લાખની વૃદ્ધિ દર્શાવતો હતો. જોકે આના કરતાં પણ વધુ સારો દેખાવ એસઆઈપી ક્ષેત્રે જોવા મળ્યો છે.

એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 53 લાખ નવા એસઆઈપી એકાઉન્ટ્સ સાથે કુલ સિપ એકાઉન્ટ્સની સંખ્યા 4.32 કરોડ થઈ છે. માત્ર ઓગસ્ટમાં જ નવા 24.92 લાખ એસઆઈપી એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. જે માસિક ધોરણે સિપ ઓપનિંગનો વિક્રમ છે. ઓગસ્ટ 2020ના અંતે સિપ એકાઉન્ટ્સની સંખ્યા 3.3 કરોડ પર હતી. આમ છેલ્લાં એક વર્ષમાં 1.02 એકાઉન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular