બોલીવુડ સિંગર “યો યો હની સિંહ” (હરદેશ સિંહ) વિરુધ ત્નેઈ પત્ની શાલિની તલવારે કેસ કર્યો છે. તેણીએ ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયલેન્સ એક્ટ મુજબ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી છે. હની સિંહ ઉપરાંત તેના માતા, પિતા અને બહેન પર પણ ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે.
આ બાબત આજે સુશ્રી તાનિયા સિંહની મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તીસ હજારી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સંદીપ કપૂર, એડવોકેટ, સિનિયર પાર્ટનર કરંજવાલા એન્ડ કંપની, સુશ્રી અપૂર્વ પાંડે અને જીજી કશ્યપ, એડવોકેટ કરંજવાલા એન્ડ કંપની, હની સિંહની પત્ની તરફથી હાજર રહ્યા હતા. કોર્ટે 28 ઓગસ્ટ સુધીમાં હની સિંહને જવાબ આપવા કરવા નોટિસ આપી છે. કોર્ટે શાલિની તલવારની તરફેણમાં વચગાળાનો આદેશ પણ પસાર કર્યો હતો, જેમાં હની સિંહને બંનેની સંયુક્ત માલિકીની મિલકત ન વહેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હની સિંહની પત્નીએ સિંગર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. શાલિનીએ હની સિંહ પર શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક સતામણી અને આર્થિક હિંસાનો આરોપ લગાવ્યો છે. હની સિંહ ઉપરાંત તેના માતા, પિતા અને બહેન પર પણ આરોપ લગાવ્યો છે. બન્નેના લગ્ન 2011માં થયા હતા. 2014 માં હની સિંહે રિયાલિટી શો ઇન્ડિયાઝ રોકસ્ટારના એક એપિસોડમાં પ્રેક્ષકો સમક્ષ તેની પત્નીનો પરિચય કરાવ્યો હતો.