જામનગર સહિત દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક મહિના સુધી રમઝાનના રોઝા રાખી આજે ઇદની ઉજવણી કરી હતી. હાલની કોરોના મહામારીની સરકારની ગાઇડલાઇનને ધ્યાને લઇ મુસ્લિમ બિરાદરોએ ઘરમાં રહી નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી અને સાદગીપૂર્વક ઇદની ઉજવણી કરી હતી. જામનગરની ઇદગાહ સહિતની વિવિધ મસ્જીદો પણ સુમસામ બની હતી. પોલીસ દ્વારા પણ કોરોના ગાઇડલાઇનને ધ્યાને લઇ ઇદગાહ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને સરકારની ગાઇડલાઇન મુજબ મુસ્લિમ સમાજ દ્વારા કોઈ મોટા આયોજનો ન કરી અને સાદગીપૂર્વક રમજાન ઈદની ઉજવણી કરી અને ઇબાદત કરી હતી.