Monday, December 29, 2025
HomeબિઝનેસStock Market News14,000ના ઉછાળા સાથે ચાંદી અઢી લાખને પાર

14,000ના ઉછાળા સાથે ચાંદી અઢી લાખને પાર

સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત છે. ખઈડની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં 254174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું 139873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરૂઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ 140444 રૂપિયાની સપાટીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

નિષ્ણાંતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર યથાવત રહેશે. ચાંદીનો ભાવ 300000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 160000ને પાર થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular