આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદની ઈડી દ્વારા ધરપકડ કરવાના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા આપ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી.
દેશની એજન્સી ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જેનો વિરોધ દિલ્હી અને પંજાબ સહિતના અનેક રાજ્યોમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ધરપકડ મામલે જામનગર શહેર પ્રમુખ કરશન કરમુર અને જિલ્લા પ્રમુખ વશરામ આહિર કાર્યકર્તાઓ દ્વારા શુક્રવારે સાંજે રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ધરપકડના વિરોધમાં કેન્દ્ર સરકારનો વિરોધ કરવા માટે લાલ બંગલા સર્કલથી હવાઈ ચોક સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલી લાલ બંગલા સર્કલથી ટાઉનહોલ, વિભાજી હાઈસ્કૂલ, પંચેશ્ર્વરટાવર થઈ શહીદ ભગતસિંહના બાવલા સુધી હવાઈ ચોક ખાતે સંપન્ન થઈ હતી.